તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 11th May 2026
જાફરાબાદમાં બોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશઃ ૩૩.૮૯ લાખનો મુદ્ામાલ જપ્ત
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો દરોડોઃ ૧૧ આરોપી ફરાર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૧: અમરેલી જિલ્લામાં જાફરાબાદ દરિયા કાંઠે બોટ મારફતે દારૂનો મોટો જથો દમણથી લાવતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દરિયા કાંઠે ત્રાટકતા મોટો જથો ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.જાફરાબાદ શહેરમાં જેટી નજીક સામાકાંઠે બોટમાં વિવિધ ઈંગ્લીશ દારૂનો જથો આવતા પીઆઈ આર.કે.કરમટાની ટીમએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડતા બોટ માંથી ઈંગ્લીશ દારૂની બોટલ ૬,૮૫૯,કિંમત ૨૨,૭૫,૪૮૦નો દારૂ, વિવિધ ૬ વાહનો ૭ જેટલા મોબાઈલ, કુલ ૩૩,૮૯,૩૮૦ મુદામાલ કબજે કરવામા આવ્યા છે. ૪ આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે અને ૧૧ આરોપીના નામ ખોલવામા આવ્યા છે.કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રકાશ બાબુભાઇ શિયાળ જાફરાબાદ દારૂ લેનાર,રમેશ રણશીંગભાઈ મેર કોડીનાર બોટનો ડ્રાઇવર, કાલુલાલ કમલચંદ રાવત રે જાફરાબાદ દારૂ ઉતારનાર મજૂર,વિજય ભુપતભાઇ બારૈયા દારૂ ઉતારો મજૂર, આ ચારેય આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે તપાસ દરમ્યાન ૧૧ જેટલા શખ્સના આરોપીના નામ ખુલ્યા છે.રામભાઈ બારૈયા રે.જાફરાબાદ સ્ટોક મંગાવનાર,ભુરો રે.જાફરાબાદ સ્ટોક લોડ કરવા માટે આવેલ વ્યક્તિ,દમણ થી સ્ટોક મોકલનારો અજાણીયો શખ્સ,માછીમાર બોટનો ડ્રાયવર તમન્ના જાવીદ કાસમ રફાઈ કોડીનાર બોટમાં સ્ટોક લાવનાર,માછીમારી બોટનો માલિક તમન્ના ઇસ્માઇલ અબ્દુલા પટેલિયા રે.નવાબંદર ગીર સોમનાથ, અજાણીયો શખ્સ,ઘટના સ્થળેથી ૫ શખ્સ ફરાર થયા,નંબર પ્લેટ વગરની રિક્ષાના એક ડ્રાયવર અને માલિક,નંબર પ્લેટ વગરની રિક્ષાના એક ડ્રાયવર અને ત્રણ માલિક,એક્સેસ બાઇક GJ14BH 8525 માલિક,રીક્ષા ચાલક રાજદીપ સોલંકી, સહિત ૧૧ જેટલા લોકોના નામ ખોલ્યા છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
