<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

અબડાસાની વાડીમાં છૂપાવેલો ૧૯ લાખના દારૂ-બીયરનો કબ્‍જે

૯,૪૫૬ બોટલ દારૂ અને ૧,૫૬૦ બીયરના ટીનઃ ગુપ્‍ત ભોંયરૂ ખોલવા પોલીસે JCBથી દીવાલ તોડી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧: ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પヘમિ કચ્‍છ LCB પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અબડાસા તાલુકાના ખાનાય ગામની વાડીમાં દરોડો પાડી પોલીસે રૂ. ૧૮.૭૧ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્‍થો ઝડપી પાડ્‍યો હતો. દારૂની હેરાફેરીમાં વપરાતા વાહનો સહિત પોલીસે કુલ ઈં ૨૮.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી વિગતો મુજબ, બુટલેગરોએ વાડીની ઓરડીમાં પ્‍લાસ્‍ટિકની પાઇપો પાછળ નાનું બાકોરું બનાવી ગુપ્ત રૂમ તૈયાર કર્યો હતો અને તેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્‍થો સંતાડવામાં આવ્‍યો હતો. દરોડા દરમિયાન ગુપ્ત રૂમ સુધી પહોંચવા માટે પોલીસે થ્‍ઘ્‍ગ્‍ મશીનની મદદ લેવી પડી હતી અને ઓરડીની પાછળની દીવાલ તોડીને અંદર છુપાવેલો દારૂ બહાર કાઢયો હતો. પોલીસે સ્‍થળ પરથી વિદેશી દારૂની ૯,૪૫૬ બોટલ તથા બીયરના ૧,૫૬૦ ટીન મળી આવ્‍યા હતા. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી હ્યુન્‍ડાઈ ક્રેટા કાર અને મહિન્‍દ્રા બોલેરો પીકઅપ પણ કબજે કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન ઘટનાસ્‍થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા નવુભા ખેતુભા જાડેજા, રહે. નાની ખોંભડી, નખત્રાણાને પોલીસે ઝડપી પાડ્‍યો હતો. જ્‍યારે વાડીના માલિક અને કથિત બુટલેગર જીતુભા મંગળસિંહ સોઢા તથા રાજેન્‍દ્રસિંહ ઉર્ફે રવિરાજસિંહ કલુભા સોઢા, બંને રહે. ખાનાય, પોલીસ દરોડા દરમિયાન ફરાર થઈ ગયા હતા.

આ મામલે નલિયા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પヘમિ કચ્‍છ LCBની આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી સાથે સંકળાયેલા તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે.

(10:52 AM IST)