<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

જૂનાગઢના વાડલા ફાટક પાસે રહેણાંક વિસ્તારમાં સિંહણ ઘુસી :એપલવુડ ગ્રીન ચંદન હાઈટ્સ નજીક ગાયનો શિકાર કર્યો

ગાયના મારણની ઘટનાને પગલે સ્થાનિકોમાં કુતૂહલ: સમગ્ર ઘટના સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી

જુનાગઢના વાડલા ફાટક પાસે વહેલી સવારે સિંહણ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવી હતી. એપલવુડ ગ્રીન ચંદન હાઈટ્સ નજીક સિંહણે ગાયનો શિકાર કરી મારણ કર્યું હતું. રહેણાંક વિસ્તારમાં સિંહણની હાજરી અને ગાયના મારણની ઘટનાને પગલે સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. 

 આ સમગ્ર ઘટના સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ સિંહણ દ્વારા ગાયના મારણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રહેણાંક વિસ્તારમાં સિંહણ ઘૂસી આવતાં સ્થાનિકોમાં વન્યજીવની અવરજવને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

(8:28 PM IST)