News of Sunday, 30th August 2026
જૂનાગઢ ભવનાથના વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક યાત્રાળુઓના માર્ગમાં સિંહ દેખાયો: વનવિભાગ એલર્ટ
વન વિભાગની ટીમ અને નવ નિયુક્ત ટ્રેકર્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા. નાગરિકો અને યાત્રાળુઓને સુરક્ષિત અંતરે રાખી સિંહ પર સતત નજર

જુનાગઢના વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક સિંહ દેખાતા વન વિભાગ એલર્ટ થયું છે. વીકએન્ડમાં ભવનાથ વિસ્તારમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે સિંહની હાજરી જોવા મળી છે. વન વિભાગની ટીમ અને નવ નિયુક્ત ટ્રેકર્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા . નાગરિકો અને યાત્રાળુઓને સુરક્ષિત અંતરે રાખી સિંહ પર સતત નજર રાખવામાં આવી છે. સિંહની ગતિવિધિઓ પર વન વિભાગની ટીમે બાજ નજર રાખી રહી છે, સિંહને યાત્રાળુઓના માર્ગથી કુશળતાપૂર્વક દૂર ખસેડાયો છે. સિંહને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસ તરફ માર્ગદર્શિત કરાયો છે . વન વિભાગની સતર્કતાથી સિંહ અને નાગરિકો બંને સુરક્ષિત છે . ભવનાથ વિસ્તારમાં વન વિભાગની ઝડપી કામગીરીથી મોટી ઘટના ટળી છે .
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
