<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

પાલીતાણાના ગરાજિયા ગામે ભરવાડ યુવક ઉપર સિંહનો હૂમલોઃ બન્ને પગ પકડી રાખ્‍યા

હાથ જડબામાં લઇ લીધોઃ હાકલા- પડકારા કરતા યુવકનો બચાવઃ લોકોનો ભારે રોષ

રાજકોટ તા.૬: ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજિયા ગામની સીમમાં ભરવાડ યુવક ઉપર સિંહે હૂમલો કરતા ભય ફેલાઇ ગયો છે. આ ઘટનાનો વિડીયો પણ સોશ્‍યલ મિડીયામાં વાયરલ થયો છે.

આ અંગે પ્રાપ્‍ત માહિતી મુજબ આજે સવારે ગરાજિયા ગામના ભરવાડ કાળુભાઇ  પોતાના પશુઓ ચરાવવા ગયા હતા ત્‍યારે અચાનક સિંહે તેના ઉપર હૂમલો કર્યો હતો અને તેના પગ પકડી લીધા હતા અને સિંહ બેસી ગયો હતો. હાથ પણ મોઢામાં લઇ લીધો હતો પરંતુ આજુબાજુના લતાવાસીઓએ હાકલા પડકારા કરતા આ સિંહ ભરવાડ યુવકને મુકીને નાશી છૂટયો હતો. જેથી તેમનો જીવ બચી ગયો હતો.

આ બનાવની જાણ કર્યાના ઘણા સમય પછી વન વિભાગની ટીમ ઘટનાસ્‍થળે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. વારંવાર સિંહ દ્વારા થતા હૂમલાથી લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

 

(3:19 PM IST)