<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

‘સફેદ સોનાની'ની આડમાં ‘લીલીમાયા': ગોંડલના દેતડીયા ગામ પાસે ગાંજાનું વાવેતર પકડાયુ, વૃધ્‍ધ ઝબ્‍બે

રાજકોટ ગ્રામ્‍ય એસઓજીનો બાતમીના આધારે દરોડોઃ દેતડીયા ગામે રહેતા વૃધ્‍ધે કપાસની આડમાં છ-છ ફુટનાં ૩ છોડ વાવ્‍યા હતાઃ ૧૦ કિલો કરતા વધુના ગાંજાના છોડ કબ્‍જે કરાયા

રાજકોટ તા. ૧૯ :.. આટકોટ પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં ગોંડલ તાલુકાનાં દેતડીયા ગામથી કરમાળ કોટડા ગામ જવાના જુના રસ્‍તે આવેલી વાડીમાં બાતમીના આધારે રાજકોટ ગ્રામ્‍ય એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનું વાવેતર પકડી રૂા. પ.ર૪ લાખના ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

રાજકોટ ગ્રામ્‍ય એસઓજીના પી.આઇ.  એફ. એ. પારગી, પીએસઆઇ પી. બી. મિશ્રા, એએસઆઇ ફિરોઝભાઇ બ્‍લોચ, વિપુલભાઇ ગુજરાતી, ક્રિપાલસિંહ જાડેજા, રૂપાબહાદુર  બોદરા, હેડ કો. મયુરભાઇ વિરડા, નૈમીષભાઇ મહેતા, ચંદુભાઇ પલાળીયા, પીયુષભાઇ અઘેરા, કો. રણજીતભાઇ ધાધલ, પૃથ્‍વીરાજસિંહ ડોડીયા, અને ડ્રા. હે. કો. નરશીભાઇ બાવળીયા સહિતનો સ્‍ટાફ બે સરકારી અને એક ખાનગી સહિત ત્રણ વાહનોમાં આટકોટ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતો ત્‍યારે કો. રણજીતભાઇ ધાંધલને બાતી મળી હતી કે, લાભુ કરશનભાઇ ચાવડા, (ઉ.૬૦ રહે. દેતડીયા, તા. કોટડા સાંગાણી)એ કરમાળ કોટડા ગામની સીમમાં આવેલી પોતાની વારસાઇ વાડીમાં ગાંજાનું વાવેતર કરેલું છે. જેને લઇ એસઓજીની ટીમે લાભુ ચાવડાની વાડીમાં દરોડો પાડયો હતો. જયાં હાજર શખ્‍સની પુછતાછ કરતા તેણે પોતાનું નામ લાભુ ચાવડા (ઉ.૬૦) જણાવ્‍યું હતું. પોલીસે વાડીની ઝડપી કરતાં કપાસના વાવેતર વચ્‍ચે ગાંજોના છોડનું વાવેતર  જો વા મળ્‍યુ હતું છ-છ ફુટના ગાંજાના ૩ છોડ મળી આવ્‍યા હતા. જે રૂા. પ.ર૪ લાખની કિંમતનો ૧૦ કિલો ૪૮પ ગ્રામ હોવાનું ખૂલ્‍યુ હતું. પોલીસે ગાંજાનો જથ્‍થો કબ્‍જે કરી મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્‍યું કે, આરોપી ગાંજો પીવાનો શોખીન છે. તે પોતાના ઉપયોગ માટે પોતાના ખેતરમામં ઘણા સમયથી એક-બે છોડ વાવતો હતો. પરંતુ એસઓજીએ તેને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

 

(1:23 PM IST)