<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સૌરાષ્‍ટ્રમાં ચાર દિ' બાદ ચાર દિ' સુધી હળવા વરસાદની સંભાવના

 

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૬ :.. હાલ બંગાળની ખાડીની સીસ્‍ટમ અન્‍ય રાજયોમાં ભલે જળ પ્રલય અને નુકશાન વાળી સ્‍થિતિ પેદા કરી રહી હોય પણ ગુજરાતમાં કોઇ પ્રત્‍યક્ષ કે પરોક્ષ અસર થવાની નથી. પヘમિી પવનોને કારણે આ સીસ્‍ટમ્‍સ માટે ગુજરાતમાં તેની નો એન્‍ટ્રી જેવી સ્‍થિતિ છે.

ચોમાસુ કચ્‍છના કેટલાક ભાગોમાં વિદાય લઇ હવે અટકી ગયુ છે. પણ આ બંગાળની ખાડી વાળી સીસ્‍ટમનો વિલય થતાં જ ચોમાસાના વિડ્રોલ એકટીવીટી ઝડપી બનવાની છે. દરમ્‍યાન આઇએમડીના ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં જોવા મળે છે જે અનુસાર ચાર દિવસ બાદ આગામી ઓકટોબર માસ શરૂ થતા જ ચાર દિવસ સુધી રાજયમાં ખાસ કરીને દ.ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં હળવા વરસાદી રાઉન્‍ડની સંભાવના જોવા મળી રહી છે.  આ જો કે લોંગ પીરીયડ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સ હોઇ, તેમાં તારીખ કે વરસાદી પ્રમાણમાં ફેરફારો સંભવ છે.

(11:17 AM IST)