<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

પોરબંદરની પંજાબ નેશનલ બેંકમાં પાકિસ્‍તાની પત્ર મળ્‍યોઃ ધારાસભ્‍ય સહિતના સામે અપમાનજનક શબ્‍દો

એમ.જી. રોડ ઉપર આવેલી બેંકમાં પાકિસ્‍તાની નારા લખેલો પત્ર મળતા પોલીસ તપાસનો ધમધમાટઃ પત્ર કયાંથી આવ્‍યો? તે દિશામાં તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪: પોરબંદરની પંજાબ નેશનલ બેંકમાં પાકિસ્‍તાની નારા લખેલ પત્ર મળતા સનસનાટી મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદરના એમ.જી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકમાં આજે અજાણ્‍યો શખ્‍સ પાકિસ્‍તાની લખાણ સાથેનો પત્ર આપીને જતો રહેતા દોડધામ મચી ગઇ હતી. પાકિસ્‍તાન જીંદાબાદ લખેલ પત્ર મળતા બેંકના સતાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પાકિસ્‍તાની શબ્‍દો સાથે મળેલા આ પત્રમાં કેટલાક ધારાસભ્‍યો અને રાજકીય આગેવાનો સામે અપમાનજનક શબ્‍દોનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. પોલીસે આ પત્ર કબ્‍જે કરીને આ પત્ર કયાંથી આવ્‍યો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.  પોરબંદરની પંજાબ નેશનલ બેંકમાં મળેલા આ પત્રને લઇને પોરબંદર શહેરમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે આ અંગે બેંક મેનેજરની પ્રાથમિક પુછપરછ હાથધરી છે. સીસીટીવી ફુટેજ પણ ચેક કરવામાં આવી રહયા છે. કમલાબાગ પોલીસ, એલસીબી, ડોગ સ્‍કવોડ સહિત જુદી-જુદી પોલીસ ટીમો દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(૨.૨૦)

(3:00 PM IST)