તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
જળસંચયને જનઆંદોલન બનાવીને પાણીદાર ભારતનું નિર્માણ કરીએ : સી. આર. પાટીલ
સિહોરના બુઢણા ગામે ગીરગંગા નિર્મિત ‘મંજુલા સરોવર'નું લોકાર્પણ

રાજકોટ તા. ૨૨ : સિહોર તાલુકાના બુઢણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સમાજસેવી અનુભાઇ તેજાણીના સૌજન્યથી નિર્માણ પામેલ ‘મંજુલા સરોવર'નું લોકાર્પણ તથા જલ વધામણા કાર્યક્રમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને અને ઉર્જા તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી સી. આર. પાટીલે જણાવ્યુ હતુ કે ‘જળસંચયને જન આંદોલન બનાવીને આપણે પાણીદાર ભારતનું નિર્માણ કરવાનું છે. દરેક ઘર પોતાના ઘરના વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો સંકલ્પ કરે. તે જ ભાવિ પેઢી માટેનું રોકાણ છે.
આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલભાઇ વાઘેલા, સિહોર તાલુકા ભાજપ પ્રમુખ ભોજુભાઇ ડાંગર, પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુક, પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી રઘુભાઇ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત વહીવટી તંત્રમાંથી મામલતદાર શ્રી એચ. વી. જાંબુચા, તાલુકા વિકાસ અધિકારી એમ. વી. રાવ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવાભાવી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બુઢણા ગામમાં જળ સંચયનું કામ કરનાર કર્મયોગી અનુભાઇ તેજાણી, મંજુલાબેન અનુભાઇ તેજાણી, નેમુભાઇ બેલડીયા, નેમુભાઇ ધામેલિયા, વિનુભાઇ સુતરીયા, અનીલભાઇ વઘાસીયા, બેચરભાઇ તેજાણી, સરપંચ ધીરૂભાઇ પરમાર, ભગવાનભાઇ મુંજપરા, જીતુભાઇ તેજાણી, બાલાભાઇ સવાણી, જીવરાજભાઇ તેજાણી, ધીરૂભાઇ તેજાણી, વિજયભાઇ ધામેલીયા, કિશોરભાઇ બેલડીયા, તુલસીભાઇ સવાણી અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખીયા, પ્રતાપભાઇ પટેલ, જમનભાઇ ડેકોરા, વિરાભાઇ હુંબલ, રમેશભાઇ ઠકકર, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઇ પટેલ, અરવિંદભાઇ ડોબરીયા, રમેશભાઇ ધાનાણી, મનોજભાઇ હાપાણી, જયસુખભાઇ કેશવાળા, નીરજભાઇ રામાણી, કૌશિકભાઇ સરધારા, સુરેશભાઇ દેસાઇ, કિશોરભાઇ કાથરોટીયા, અશ્વિનભાઇ ચૌહાણ, મનિષભાઇ માયાણી, પારસભાઇ ચૌહાણ, રમેશભાઇ જેતાણી, અશોકભાઇ મોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
