<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

બગસરામાં દીપડાના આંટા ફેરા

રૂહાની બાગ કબ્રસ્‍તાનની દીવાલ ઉપર બેઠોઃ વિડીયો વાયરલ

 

બગસરા તા.૨૨: બગસરામાં અવાર નવાર દીપડો જોવા મળતો હોઈ છે. થોડા સમય પહેલા હુડકો કોલોનીમાં રહેતાં એક બાળક ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્‍યો હતો ત્‍યાર બાદ હવે ફરીવાર દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભઈનો માહોલ ઉભો થયો છે. સોશ્‍યલ મીડિયામાં દીપડાનો વિડીયો તેમજ ફોટા વાયરલ થઈ રહેલા છે.

ત્‍યારે બગસરાના પોલીસ સ્‍ટેશનની  પાછળ અને સાપર જવાના રસ્‍તે આવેલ રૂહાની કબ્રસ્‍તાનની દીવાલ ઉપર બેઠેલો દીપડો જોવા મળી રહેલ છે ત્‍યારે આજુબાજુના વિસ્‍તારના લોકોને ભઈનો માહોલ ઉભો થયો છે.(તસવીરઃ સમીર વિરાણી બગસરા)

(10:41 AM IST)