<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

તળાજાના કઠવામાં ફળિયામાંથી બાળકીને દીપડો ઉપાડી ગયોઃ ઇજા

સાથે સુતેલ પરિવારના ભૂલકાઓએ દેકારો કરતા પરિવારના સભ્‍યો દોડતા દીપડો બાળકીને મૂકી ભાગ્‍યો

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૬: ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં દીપડાઓનો વસવાટ વધતો જાયછે.ત્‍યારે આજે અલંગ નજીકના કઠવા ગામવાડી વિસ્‍તારમા શ્રમજીવી પરિવારની બાળકી ફળિયામાં સૂતી હતી ને દીપડો તેને આવીને ઉપાડીગયો હતો.પરિવારના સભ્‍યોને જાણ થતાંજ પળવાર નો વિલંબ કર્યા વગર પાછળ દોડી હાંકલા પડકારા કરતા દીપડો બાળકીને મૂકી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્‍ત બાળકીને તળાજા સરકારી હોસ્‍પિટલ અને ત્‍યાંથી ભાવનગર સારવાર માટે લઈ જવામાં આવી હતી.

 બનાવ અંગે તળાજાની સરકારી હોસ્‍પિટલ પરથી મળતી વિગતો મુજબ તળાજાના મૂળ માખણીયા ગામના વતની અને હાલ કઠવાના વાડી વિસ્‍તારમાં રહેતા શ્રમજીવી પરિવારની દીકરી ખુશી ગૌતમભાઈ પરમાર ઉ.વ.૫ ફળિયામાં સૂતીહતી. આ સમયે દીપડો આવીને સુતેલી ખુશીને ઉઠાવીને ભાગ્‍યો હતો. તેને લઈ ખુશીસાથે રહેલ અન્‍ય બાળકો દેકારો કરવા લાગતા પરિવાર જનો દોડીને બહાર આવ્‍યા ને પાછળદોડી હાંકલા પડકારા કરવા લાગતા દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો.

બાળકીને લોહી નીકળેલ ઇજાઓ થઈહોય ૧૦૮ દ્વારા સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ હતી. અહીંથી બાળકોના ડોકટર ની સારવાર અને સલાહ ની જરૂર હોય ભાવનગર રીફર કરવામાં આવી હતી.

બનાવના પગલે તળાજા ય્‍જ્‍બ્‍ સહિત ફોરેસ્‍ટ કર્મીઓ હોસ્‍પિટલ ખાતે દોડીઆવ્‍યા હતા. ફોરેસ્‍ટ એ જણાવ્‍યું હતુ કે આ વિસ્‍તારમાં દીપડાને પાંજરે પુરવા માટે બે દિવસથી કવાયત હાથધરવામાં આવી છે. દીપડો બાળકીને ઉપાડી જવાની ઘટનાએ આ વિસ્‍તારના શ્રમજીવી પરિવારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બાળકોનું ધ્‍યાન રાખજો ના ફોન રણકતા કરી દીધા હતા.(૨૩.૫)

ભૂલકાઓ ડર્યા નહિને બાળકીનો જીવ બચ્‍યો

બાળકીના કાકા ઘનશ્‍યામભાઈ પરમાર એ જણાવ્‍યું હતુ કે અમો જમવા સૌબેઠા હતા.બાળકો નો અચાનક દેકારો સંભળાતા અમોદોડી ને બહાર આવ્‍યા.દીપડો ખુશીને લઈ જતો જોવા મળ્‍યો. અમો પાછળ પડ્‍યા, રાડો પાડતા દીપડો ખુશીને મૂકીને ભાગી છૂટયો. ભૂલકાઓ ડર્યા નહિને દેકારો કરતા અમોને ખબર પડીને ખુશીનો જીવ બચી ગયો.

 

(10:42 AM IST)