તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 26th October 2026
જામનગરના કાલાવડ પંથકમાં દીપડો દેખાતા ફફડાટ
માછરડા અને નવાગામની સીમ વચ્ચે વાડી વિસ્તારમાં દીપડો નજરે પડ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની હાજરી જોવા મળતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. કાલાવડ તાલુકાના માછરડા અને નવાગામ વચ્ચે આવેલા વાડી વિસ્તારમાં એક દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો.
વિગતો મુજબ, માછરડા અને નવાગામની સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક રાહદારીની નજર વાડીમાં આંટાફેરા કરી રહેલા દીપડા પર પડી હતી. રાહદારીએ તુરંત પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાની આ હિલચાલનો વિડિયો કેદ કરી લીધો હતો. આ વિડિયો સોશિયલ મીડિયા સહિત પંથકમાં વાયરલ થતાં આસપાસના સીમ વિસ્તારમાં ખેતીકામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
