<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

મહોરમના તહેવાર પર જાહેરમા હથીયાર સાથે નીકળતા શખ્શો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જામનગર સીટી એ ડીવીઝન

પીઆઇ વી.એમ.ડોડીયાના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્કોડના માણસો દ્વારા ચાર શખ્શોની ઓળખ કરી તાત્કાલીક પકડી તેઓના વીરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ,નિર્લિપ્ત રાય (IPS) નાઓએ મહોરમના તહેવાર અનુસંધાને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે બાબતે સુચના આપેલ હોય, જેથી જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓની તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિહ એન.ઝાલા નાઓની સુચના મુજબ,

 જામનગર સીટી એ ડીવી.પો સ્ટે. વીસ્તારમા આવેલ દીપક ટોકીઝ પાસેનો સોશ્યલ મીડીયામા છરી સાથે ચાર ઇસમોનો વીડીયો વાયરલ થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર વી.એમ.ડોડીયાના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્કોડના માણસો દ્વારા ચાર ઇસમોની ઓળખ કરી તાત્કાલીક પકડી તેઓના વીરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૧) અકીલભાઇ યુનુસભાઇ દરજાદા જાતે મકરાણી ઉ.વ ૨૫ ધંધો પ્રા.નોકરી રહે. ધરાનગર ૧ ખોડમીલનો ઢાળીયો બાલુરામનો ડેલો જામનગર

(૨) તોસીફભાઇ અશરફભાઇ સમા જાતે સંધી ઉ.વ ૨૩ ધંધો મજુરી રહે. રામનગર ખોડમીલનો ઢાળીયો બાલુરામનો ડેલો જામનગર
(૩) સાહીલભાઇ આશીફભાઇ ખીરા જાતે સુમરા ઉ.વ ૨૦ ધંધો મજુરી રહે. હર્ષદમીલની ચાલી ખીરા જમાતખાનાની બાજુમાં જામનગર
(૪) સોહીલભાઇ હનીફભાઇ શેખ જાતે ફકીર ઉ.વ ૨૧ ધંધો મજુરી રહે. રણછોડનગર મોરબી વાળાઓ પાસેથી વીડીયોમા આવેલ અલગ અલગ છરીઓ કબ્જે કરી તેઓ વીરૂદ્ધ એ.એસ.આઇ રવીરાજસિહ અનીરૂદ્ધસિહ જાડેજાએ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પ્રજાજોગ સંદેશ:-
કોઇ પણ શખ્શ વાહનમા કે પોતાના કબ્જામાં જાહેરમાં હથીયાર સાથે રાખી નીકળશે તો તેમના વીરૂદ્ધ કાયદસરની કાર્યવાહી કરવામા આવશે.
આ સારી કામગીરી પોલીસ ઇન્સ.વી.એમ.ડોડીયા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિહ ખુમાનસિહ ઝાલા તથા મહીપાલસિહ મયુરસિંહ જાડેજા તથા રવીરાજસિહ અનીરૂદ્ધસિહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા વિપુલભાઇ જગદીશભાઇ સોનગરા તથા મહેશભાઇ ધુડાભાઇ મોરી તથા હરપાલસિહ ભરતસિહ પરમાર તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા હીતેષભાઇ રાણાભાઇ સાગઠીયા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા યોગેન્દ્રસિહ નીરુભા સોઢા તથા મહેન્દ્રસિહ વનરાજસિહ ચુડાસમા તથા પો.કોન્સ. રાજેન્દ્રસિહ ધનશ્યામસિહ ડોડીયા તથા રૂષીરાજસિહ લાલુભા જાડેજા તથા કીશોરભાઇ ભુટાભાઇ ગાગીયા તથા દીવ્યરાજસિહ નવલસિહ જાડેજા દ્રારા કરવામાં આવેલ છે.  

(8:03 PM IST)