News of Wednesday, 18th November 2026
કોટડાસાંગાણીના સતાપરમાં લીલાબેનને જેઠ, દિયર, ભત્રીજાએ પાઇપથી ફટકાર્યા
લીલાબેનને સારવાર માટે રાજકોટ ખસેડાયાઃ તેણીના પતિ જયંતિભાઇએ વૃધ્ધ પિતાને મકાન સોંપી દેતાં તે બાબતે ભાઇઓએ વાંધો ઉઠાવી ડખ્ખો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: કોટડાસાંગાણીના સતાપર ગામે રહેતાં લીલાબેન જયંતિભાઇ સોલંકી (ઉ.વ.૪૫) ઉપર તેના જ સગા જેઠ ચુનીભાઇ અને દિયર ધીરૂભાઇ તથા ભત્રીજા રવિ ધીરૂભાઇએ હુમલો કરી ઢીકાપાટુ અને પાઇપથી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લીલાબેનને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પતિ જયંતિભાઇ સોલંકી ખેત મજૂરી કરે છે. જયંતિભાઇએ જણાવ્યું હતું કે અમારુ કુટુંબનું સહીયારૂ મકાન જે મારા પિતાજી વનાભાઇ સોલંકીના નામે છે, પિતાજી હાલ બ્યાંસી વર્ષના છે. મેં આ મકાન તેમને સોંપી દીધુ હોઇ આ બાબતનો મારા ભાઇઓએ વાંધો ઉઠાવી બોલાચાલી કરી હતી. આ મનદુઃખનો ખાર રાખી હું ઘરે નહોતો ત્યારે મારા પત્નિ લીલાબેન પર ભાઇઓ, ભત્રીજાએ હુમલો કરી તેણીને બેફામ માર માર્યો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડાસાંગાણી પોલીસને જાણ કરતાં પોલીસે ખરેખર કયા કારણે માથકુટ થઇ? તેની તપાસ હાથ ધરી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
