News of Friday, 6th November 2026
ડિજિટલ સ્ક્રીન છોડો, પુસ્તકો અપનાવોઃ જામનગરના રિધ્ધિ શેઠની 3D રંગોળી બનશે આકર્ષણનું કેન્દ્ર
ડો. એ. પી. જે. અબ્દુલ કલામના સૂત્રઃ ‘એક ઉત્તમ પુસ્તક સો સારા મિત્રો બરાબર છે'ને સાર્થક કરતી કલાકળતિ ૧૨ થી ૧૫ દિવસની મહેનત અને ચિરોડી રંગોથી તૈયાર થઈ ૬×૪ ફૂટની વિશાળ રંગોળી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: આજના આધુનિક યુગમાં દરેક ઉંમરની વ્યક્તિ, ખાસ કરીને નવી પેઢી સ્માર્ટફોન અને ડિજિટલ સ્ક્રીનના વર્ચ્યુઅલ વર્તુળમાં કેદ થઈ રહી છે. ત્યારે વાંચનની લુપ્ત થતી આદતને પુનઃજીવિત કરવાના ઉમદા હેતુ સાથે જામનગરના રિધ્ધિ શેઠ દ્વારા એક રંગોળી તૈયાર કરવામાં આવી છે. ‘રંગોળી - ૨૦૨૬' અંતર્ગત સાકાર થયેલી આ કલાકળતિનું શીર્ષક "Beyond the Screen" રાખવામાં આવ્યું છે.
આ કલાકળતિનું કમ્પોઝિશન સ્માર્ટફોન અને વાસ્તવિક જ્ઞાન વચ્ચેના તફાવતને અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરે છે. રચનામાં આજના આધુનિક સ્માર્ટફોનની વાસ્તવિક ફ્રેમ દર્શાવીને આપણી ડિજિટલ દુનિયાની સીમિતતા બતાવાઈ છે. આ ફ્રેમની અંદર બારી પાસે શાંત ચિત્તે બેસીને પુસ્તક વાંચતો કિશોર એકાગ્રતા અને સાચા જ્ઞાનનું પ્રતીક બને છે.
આ રચનાનું સૌથી મોટું અને આકર્ષક પાસું એ છે કે, ખુલ્લું પુસ્તક મોબાઇલની સ્ક્રીનની સરહદો તોડીને બહાર 3D (3D) સ્વરૂપે ઉપસી આવતું દર્શાવવામાં આવ્યું છે. આ દ્રશ્ય એ ગહન સંદેશ આપે છે કે સાચું જ્ઞાન, કલ્પનાશક્તિ અને આંતરિક શાંતિ ડિજિટલ સ્ક્રીનમાં નહીં પરંતુ પુસ્તકોના પાનાઓમાં સમાયેલી છે. આથી, માનવે સ્ક્રીનની કળત્રિમ મર્યાદાઓમાંથી બહાર નીકળીને અસલ વાચન સંસ્કળતિ તરફ પાછા વળવું અનિવાર્ય છે.
સામાન્ય ચિરોડી રંગોનો ઉપયોગ કરીને લગભગ ૧૨ થી ૧૫ દિવસની સખત મહેનત બાદ આ ૬ ફૂટ બાય ૪ ફૂટ (૬×ફૂટ) ની વિશાળ અને કલાત્મક રંગોળી આકાર પામી છે. આ કલાકળતિ દર્શકોને બિનજરૂરી સ્ક્રીન ટાઈમ ઘટાડવા, વાંચનના આનંદને ફરીથી માણવા અને પોતાના ગેજેટ્સથી પર રહેલી વાસ્તવિક દુનિયા સાથે ફરી જોડાવા માટે પ્રેરિત કરે છે.
છેલ્લા લગભગ દસ વર્ષથી જામનગર ખાતે વિવિધ વિષયવસ્તુ પર રંગોળીના સર્જનો કરી રહેલા કલાકાર રિધ્ધિ શેઠે જામનગરની જનતા તરફથી મળેલા સતત પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ રંગોળીનું લોકાર્પણ આઈટીઆરએ ના ડાયરેક્ટર ડો. તનુજા નેસરીએ કર્યું હતું. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
