<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

કાળી ચૌદશનાં કાર્યક્રમની મોરબીમાં વિજ્ઞાન જાથા દ્વારા પત્રિકા વિતરણ

પડધરીના તરઘડી ગામના સ્‍મશાનમાં યોજાનાર કાર્યક્રમ માટે જાગળતિ માટે મોરબીમાં પત્રિકાનું વિતરણ કરાયું: ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાએ અનાજનો બગાડ અટકાવવા અપીલ કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૭:કાળી ચૌદશ સાથે જોડાયેલી વર્ષો જૂની ગેરમાન્‍યતાઓ, કુરિવાજો અને અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે ‘ભારત જન વિજ્ઞાન જાથા' દ્વારા દેશવ્‍યાપી આંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં રાજ્‍ય કક્ષાનો મુખ્‍ય કાર્યક્રમ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામના સ્‍મશાનમાં યોજવામાં આવનાર છે.

જેના ભાગરૂપે ટંકારા-પડધરીના ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલય ખાતે જાગળતિ પત્રિકા વિતરણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાએ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્‍યાના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, પ્રવર્તમાન સમય વિજ્ઞાન અને ટેક્રોલોજીનો છે. કાળી ચૌદશે લોકો ચાર રસ્‍તે કુંડાળા કરીને વડા મૂકે છે, તેનાથી અનાજનો ભારે બગાડ થાય છે. આજે લોકોને અનાજ અને પાણીની ખૂબ જરૂર છે, તેનો દુર્વ્‍યય અટકાવવો એ આપણી સૌની ફરજ છે.

મોરબીના રવાપર વિસ્‍તારમાં પણ જાથાના કાર્યકરો રમેશભાઈ રાઠોડ, હીરાભાઈ જાદવ, મહેશભાઈ લાધવા, વિનુભાઈ વણોલ, ફાલ્‍ગુન કાલરીયા, હર્ષાબેન પંડ્‍યા, યોગેશભાઈ પંડ્‍યા અને રોમીતભાઈ રાજદેવ સહિતનાઓએ લોકોને રૂબરૂ મળીને પત્રિકાઓ વહેંચી હતી અને ચાર રસ્‍તે કુંડાળા ન ક૨વા સમજાવ્‍યા હતા. લોકોએ પણ આ કુપ્રથાને તિલાંજલિ આપવા માટે હકારાત્‍મક ઙ્કતિસાદ આપ્‍યો હતો. જાથાની ટીમે મોરબી જિલ્લા કલેક્‍ટર, ડીડીઓ અને એસપી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોને મળીને અનાજનો બગાડ અટકાવવા પરિપત્ર બહાર પાડવા અપીલ કરી છે. આગામી ૧૦  દિવસમાં રાજ્‍યના ૩૪ જિલ્લાઓમાં આ પત્રિકા વિતરણ કરી લોકજાગળતિ કેળવવામાં આવશે.(

(1:25 PM IST)