તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
આટકોટમાં એલસીબીએ દારૂ-બિયર ભરેલ કાર ઝડપી લીધીઃ ગોંડલના બે શખ્સો પકડાયા
દારૂ અને કાર સહિત ૫.૮૮ લાખના મુદામાલ સાથે હરેશ વાઘાણી અને અનિલ વાઘાણીની ધરપકડ

રાજકોટ, તા.૧૫: આટકોટમાં રૂરલ એલસીબીએ દારૂ અને બિયર ભરેલ કાર સાથે ગોંડલના બે શખ્સોને ઝડપી લીધા હતા.
જીલ્લામાં દારૂઅ જુગારની પ્રવૃતિ નાબુ કરવા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.પી. રાવ, પી.એસ.આઇ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડી તથા આર.વી. ભીમાણી સહિતનો સ્ટાફે પૂર્વબાતમી આધારે આટકોટ ખાતે જસદણ રોડ એચ.પી. પેટ્રોલ પંપની સામે નીકળેલ કાર નં. જી-જે-૦૩ જે એલ ૨૨૮૪ને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૮૦ એમ.એમ.ની બોટલો નંગ ૩૭૭.૧ના બિયરા ટીન નંગ-૭૨ કિ. ૭૮,૭૫૦ મળી આવતા કારમાં બેઠેલા હરેશ ઉર્ફે હરી વાઘાણી, રાજેશ વાઘાણી તથા અનિલ તથા અનિલ દિનેશભાઇ રે. ગોંડલ ભગવતપરા દોડીયા સોસાયટીની ધરપકડ કાર સહિત ૫,૮૮, ૭૫૦ના મુદામાલ સાથે આટકોટ પોલીસના હવાલે કર્યા હતા.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
