તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
જામનગરમાં ૭.૬પ લાખની ચોરીમાં આરોપીને ઝડપી લેતી એલસીબી પોલીસ
સોના-ચાંદીનાં દાગીના અને રોકડ સહિતનો મુદામાલ જપ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા) ખંભાળીયા તા. ૬: નાયબ પોલીસ મહાનનરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) જામનગર જીલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના આદેશથી આરોપીને ઝડપી લેવાયો છે.
ફરીયાદી નારણભાઇ હમીરભાઇ કાંડોરીયા રહે. યાદવનગર આહીર સમાજ પાસે જામનગર વાળા એ જાહેર કરેલ છે કે તેમના બંધ મકાનના દરવાજાના તાળા તોડી રૂમમા રાખેલ કબાટનુ લોક તેમજ તીજોરીનુ લોક તોડી તીજોરીમા રાખેલ રોકડા રુ.૮,૩૦,૦૦૦/-તેમજ એક સોનાની વીંટી કી.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ રૂ.૮,૬૦,૦૦૦/-ના મુદામાલ ની ચોરીનો બનાવ બનેલ ની ફરીયાદ દાખલ કરાવેલ સદરહુ ઘરફોડ ચોરીનો ગુનો વણશોધાયેલ હતો સદરહુ ચોરીમા મળેલ સીસીટીવી ફુટેજ આધારે શની જેસીંગભાઇ કોળી બાવરી રહે. દિગ્જામ સર્કલ પાસે બાવરીવાસ જામનગર વાળો સંડોવાયેલ હોવાની હકિકત મળેલ હતી અને મજકુર હાલ જામનગર શહેરમા દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચે મુદામાલ સાથે ઉભેલ છે તેવી હકિકત આધારે મજકુર ને પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ ડેરવાળીયાએ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે સીટી સી ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે
પોલીસે (૧) જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂ. ૭,૩પ,૦૦૦/- (ર) એક સોનાની વીંટી કી. રૂા. ૩૦,૦૦૦/- સહિત મુદામાલ કુલ કિં. રૂ. ૭,૬પ,૦૦૦/- જપ્ત કરેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, કદલીપભાઇ તલાવડીયા, ઘનશ્યામભાઇ ડેરાવળીયા, ભરતભાઇ ડાંગર, અરજણભાઇ કોડીયાતર, કહતેન્રનસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
