તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ખંભાળિયા-દ્વારકા હાઈવે પર વાડીમાં જુગારના અખાડા પર LCBનો દરોડો : ૮ નામાંકિત જુગારી ઝડપાયા
ખોડીયાર ફૂડ ઝોન હોટલ પાછળની વાડીમાંથી રૂ. 6.40 લાખના મુદ્દામાલ સાથે જુગારીઓ ઝડપાયા : ખંભાળિયા પોલીસ મથકે ગુનો નોંધાયો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨ : રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ શ્રાવણ માસના તહેવાર અનુસંધાને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર સખ્તાઈથી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.જોષીનાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી તથા પોલીસ સબ ઇન્સ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે કાર્યરત હતા.
ગત રાત્રીના પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. ના ASI કિશોરભાઈ નંદાણીયા, ડાડુભાઈ જોગલ તથા HC ખીમાભાઈ કરમુર નાઓને અગાઉથી સંયુક્ત રહે બાતમી હકીકત મળેલ કે, "ગોવિંદભાઈ મુરૂભાઈ લગારીયા રહે. વીરપર ગામ તા.કલ્યાણપુર વાળા ખંભાળિયા-દ્વારકા હાઈવે પર આવેલ ખોડીયાર ફુડ ઝોન નામની હોટલ પાછળ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં આવેલ મકાને તેના અંગત ફાયદા સારૂ બહારથી માણસો ભેગા કરી નાલ ઉઘરાવી લાઈટ પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી, ગંજીપત્તાના પાના તથા પૈસા વતી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની હકીકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ નામવાળાઓને અખાડામાં જુગાર રમતા પકડી પાડી, પો.સબ ઇન્સ. એમ.આર.સવસેટાએ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ નામાંકિત જુગારીઓ ગોવિંદ મુરૂભાઈ લગારીયા રહે. વીરપર ગામ, તા. કલ્યાણપુર,પરબત કરશનભાઈ ખુંટી રહે. નાના આસોટા ગામ, તા.કલ્યાણપુર,કેશુરભાઈ અરજણભાઈ જોગલ રહે. વીરપર ગામ, તા. કલ્યાણપુર,ગોગન વીરાભાઈ ગોજીયા રહે. કેશવપુર ગામ, શીવમંદિરની પાછળ તા. કલ્યાણપુર,રાકેશ લખુભાઈ નકુમ રહે. ગઢકા ગામ, વાડી વિસ્તારમાં તા.કલ્યાણપુર,મારખી પાલાભાઈ વશરા રહે. બાકોડી ગામ, સમર્પણ સ્કુલની બાજુમા તા. કલ્યાણપુર,કપીલ કરશનભાઈ ભાટુ રહે. વ્રજધામ સોસાયટી, જકાત નાકા પાસે, જામનગર,ભીમશી લખુભાઈ કરંગીયા રહે. મોટા આસોટા ગામ તા.કલ્યાણપુરની રોકડા રૂ. 4,80,000, મોબાઈલ ફોન - 6 કિ.રૂ. 1,50,000,કુલ કિંમત રૂપીયા - 6,40,000 ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી LCB I/C PI એન.એચ.જોષી, PSI બી.એમ.દેવમુરારી, PSI એમ.આર.સવસેટા, PSI એસ.વી.કાંબલીયા, ASI કિશોરભાઈ નંદાણીયા, ડાડુભાઈ જોગલ, દિપકભાઈ રાવલીયા, HC ખીમાભાઈ કરમુર, હસમુખભાઈ કટારા નાઓ જોડાયેલ હતા.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
