<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ધ્રાગધ્રામાં રહેતાં રાજસ્‍થાની યુવાન લક્ષમણનું બેભાન થઇ જતાં મોત

સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૪: ધ્રાંગધ્રામાં મયુરનગર ફાટક નંબર ૫૦ની સામે પાણીની ટાંકી નજીક રહેતો મુળ રાજસ્‍થાનનો લક્ષમણ માંગીલાલ બામન (ઉ.વ.૨૬) ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી. મૃતક અહિ રહી કડીયા કામ કરતો હતો. તે ચાર ભાઇમાં બીજો અને અપરિણીત હતો. દારૂ પીવાની આદત હોઇ તેના કારણે કીડની લીવરમાં તકલીફ થઇ જતાં બિમાર થઇ ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી.

(10:50 AM IST)