<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ઉપલેટામાં મોડી રાત્રે ધરતી ધ્રુજીઃ ૩ ની તીવ્રતાનો ભૂકંપ

ગ્રામીણ વિસ્‍તારોમાં ફફડાટઃ ઉપલેટા, ધોરાજી અને આસપાસના ગામોમાં લોકો ઉંઘમાંથી જાગી ગયાઃ કેન્‍દ્રબિંદુ પેઢલા ગામ પાસે

મોટી પાનેલી- ઉપલેટા-રાજકોટ તા.૮:સૌરાષ્‍ટ્રના ઉપલેટા વિસ્‍તારમાં મોડી રાતે ફરી ધરતી ધ્રુજી ઉઠી. મંગળવારે રાતે ૨:૩૮ કલાકે રિક્‍ટર સ્‍કેલ પર ૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂસ્‍તરશાષા વિભાગના જણાવ્‍યા મુજબ ભૂકંપનું કેન્‍દ્રબિંદુ ઉપલેટાથી આશરે ૨૯ કિમી દૂર પેઢલા ગામ પાસે હતું. ઉપલેટા, ધોરાજી અને આસપાસના ગામોમાં લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા. ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર ખુલ્લી જગ્‍યામાં નીકળી ગયા હતા. ગ્રામીણ વિસ્‍તારોમાં ટૂંકા સમય માટે ફફડાટનો માહોલ જોવા મળ્‍યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ ભૂકંપમાં કોઈ જાનહાની કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી.

(11:08 AM IST)