<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં નાયબ વન સંરક્ષકની પરિક્રમા માર્ગની મુલાકાત દરમિયાન લંગૂરના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું : જુઓ વિડિયો

બોરદેવી નજીક આવેલા પાણીના પોઇન્ટમાં લંગૂરનું એક બચ્ચું પડી ગયું: વનવિભાગના કર્મચારીઓએ ત્વરિત બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું અને તેની માતા સાથે પુનઃમિલન કરાવ્યું

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં નાયબ વન સંરક્ષકની પરિક્રમા માર્ગની મુલાકાત દરમિયાન લંગૂરના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું.

બોરદેવી નજીક આવેલા પાણીના પોઇન્ટમાં લંગૂરનું એક બચ્ચું પડી ગયું હતું. આ બાબત ધ્યાને આવતાં જ વન વિભાગના કર્મચારીઓએ ત્વરિત કામગીરી અને સૂઝબૂઝનો પરિચય આપીને બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું અને તેની માતા સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મેળવી હતી.
પ્રથમ નજરે આ એક સામાન્ય ઘટના જણાય, પરંતુ વન્યજીવ સંરક્ષણમાં સમયનું મહત્વ અત્યંત નિર્ણાયક હોય છે. માત્ર એક મિનિટનો વિલંબ પણ આ નિર્દોષ બચ્ચા માટે જીવલેણ સાબિત થઈ શક્યો હોત.
વન વિભાગના કર્મચારીઓની સતર્કતા, સમયસૂચકતા અને સંવેદનશીલતાને કારણે એક વન્યજીવનો જીવ બચાવી શકાયો અને તેનું માતા સાથે પુનઃમિલન શક્ય બન્યું.

(7:06 PM IST)