News of Saturday, 3rd October 2026
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણા ગામે ગ્રામસભામા લાફાવાળી
પાણીના પ્રશ્નને લઈને બંને વચ્ચે તકરાર થઈ હોવાનુ પ્રાથમિક અનુમાન : સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણા ગામે ગ્રામસભા દરમિયાન માહોલ ગરમાયો હતો.
બે લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો.બંને શખ્સો સામસામે આવી જતા મારામારી સુધી મામલો પહોંચ્યો હતો.
બંનેએ એકબીજા પર લાફાવાળી કરતાં ગ્રામસભામાં ભારે હોબાળો થયો હતો.સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.પાણીના પ્રશ્નને લઈને બંને વચ્ચે તકરાર થઈ હોવાનુ પ્રાથમિક અનુમાન છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
