તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
કચ્છના સામખિયાળી માળીયા હાઇવે પર સુરજબારી ટોલનાકે ચકકાજામ: ૧૨ કિમી લાંબી લાઇનો વચ્ચે વાહનોના થપ્પા :નવા ટોલ નિયમ વિરુદ્ધ ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા
જ્યાં સુધી આ બાબતે નો પ્રશ્ન હલ નહી થાય ત્યા સુધી ચકકાજામ રહેશે : ગામલોકોની ચીમકીને પગલે સામખિયાળી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : આજે કચ્છ ના પ્રવેશદ્વાર સામખિયાળી માળીયા હાઇવે પર આવેલ સુરજબારી ટોલનાકાના મનધડત વહીવટના કારણે નજીકના ગામના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. નવો આદેશ છે કે સ્થાનિક ટોલનાકા ના વીસ કિલો મીટર મા આવતા ગામો ના વાહન ચાલકો ને ફરજીયાત ટોલ આપવાનું થશે એ અનુલક્ષીને છેલ્લા એક સપ્તાહ થી વીસ કિલો મીટર મા આવતા ગામો ના વાહન ચાલકો લડત ચલાવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવાર થી તમામ ટોલનાકા મા વાહનો ઉભા રાખી ચકકાજામ કરતા બાર કિલોમીટર થી વધુ લાઇન વાહનો ની લાગી છે. જ્યાં સુધી આ બાબતે નો પ્રશ્ન હલ નહી થાય ત્યા સુધી ચકકાજામ રહેશે એવી ગામલોકોની ચીમકીને પગલે સામખિયાળી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
