<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કર્યું મતદાન : નિભાવી નાગરિક ફરજ

લોકશાહીને મજબૂત બનાવવા સૌને મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ, કહ્યું- દરેક મતથી બને છે ગામનું ભાવિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રવિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પવિત્ર મત આપ્યો હતો.

 

મતદાન મથકે પહોંચીને ધારાસભ્યશ્રીએ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. મતદાન બાદ તેમણે જણાવ્યું કે, ગ્રામ પંચાયતથી લઈને તાલુકા-જિલ્લા પંચાયત સુધીની ચૂંટણીઓ ગામના વિકાસની દિશા નક્કી કરે છે.

 

તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ લોકો સુધી પહોંચાડે છે. તેથી દરેક મતદારે જાગૃત નાગરિક બનીને સારા, પ્રામાણિક અને વિકાસલક્ષી ઉમેદવારને ચૂંટી લાવવા જોઈએ.

 

ધારાસભ્યશ્રીએ અબડાસા વિસ્તારના તમામ મતદારોને ઘરની બહાર નીકળીને મતદાન કરવા અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, એક-એક મતથી ગામનું ભાવિ ઘડાય છે.

(12:15 PM IST)