News of Tuesday, 11th August 2026
કચ્છના રાપર પોલીસની માનવીય સંવેદના દિવ્યાંગજનોની સેવા સાથે કરી આનંદભેર ઉજવણી
રાપરમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા જે.બી.બુબડીયા દ્વારા દિવ્યાંગજનો સાથે સમય વિતાવ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ : આજના સમયમાં લોકો ઘણીવાર દિવ્યાં ગજનોથી અંતર રાખે છે. પરંતુ રાપરમા વરસો થી કાર્યરત ગ્રામ્ય સેવા સંગઠન મા આશરો લઈ રહેલા દિવ્યાંગજનો સાથે વાગડ વિસ્તારના રાપર શહેર અને તાલુકાના સેવાભાવી લોકો અવારનવાર જમણવાર તથા નાસ્તા નો કાર્યક્રમ દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવે છે. અગાઉ રાપરમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા જે.બી.બુબડીયા દ્વારા દિવ્યાંગજનો સાથે ઉજવણી કરી તેમની સાથે સમય વિતાવી આનંદપ્રમોદ કરાવતા હતા. આ જ પરંપરા ચાલુ રાખી રાપરના વર્તમાન પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ ખટાણા તથા સ્ટાફના પોલીસ કર્મીઓ બાબુભાઈ કારોત્રા મુકેશ સિંહ રાઠોડ અને ટીમ દ્વારા ગ્રામ્ય સેવા સંગઠન મા આશરો લઈ રહેલા દિવ્યાંગજનોને નાસ્તો તથા અન્ય વસ્તુઓ અર્પણ કરી તેમની સાથે સમય કાઢી બધા ને આનંદ વિભોર કર્યા હતા આમ પોલીસ અધિકારી તથા કર્મચારીઓ મા પણ માનવતા છે. સમાન્ય નાગરિક તરીકે પોલીસ કર્મીઓની સંવેદના અને સેવાથી દિવ્યાંગજનો આનંદિત થયા હતા. આ પ્રસંગે ગ્રામ્ય સેવા સંગઠન ના શૈલેષ ભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
