<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

કચ્છે ગુમાવ્યા આધ્યાત્મિક સંત : શ્રીમદ્ જગતગુરુ આચાર્ય શ્રી કબીર રવિભાણ સંપ્રદાયના આચાર્ય પૂજ્ય શાંતિદાસજી મહારાજનું દુઃખદ અવસાન

વિરાણી મોટી ગામના સંત શ્રી 1008 શાંતિદાસજી મહારાજે લીધા અંતિમ શ્વાસ : આધ્યાત્મિક જગતમાં શોકનો માહોલ : ભક્તો અંતિમ દર્શને ઉમટ્યા

કચ્છ તા.૨૭ :  કચ્છમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિરાણી મોટી  ગામના પરમ પૂજ્ય સંત શ્રી 1008 શાંતિદાસજી મહારાજનું નિધન થયું છે. તેઓ શ્રીમદ્ જગતગુરુ આચાર્ય, શ્રી કબીર રવિભાણ સંપ્રદાયના આચાર્ય હતા.

 

મહારાજે પોતાનું સમગ્ર જીવન ધર્મ અને આધ્યાત્મિકતાની સેવામાં સમર્પિત કર્યું હતું. તેઓ ભક્તોને સદાચાર, સેવા અને આધ્યાત્મિક મૂલ્યોનું માર્ગદર્શન આપતા હતા. તેમના સાનિધ્યમાં આવતા અનેક ભક્તોને આશીર્વાદ મળતા રહ્યા હતા.

 

મહારાજના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા વિરાણી મોટી સહિત સમગ્ર કચ્છમાં શોકનું વાતાવરણ છવાયું છે. ભક્તો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઉમટી રહ્યા છે.

(3:14 PM IST)