તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
કચ્છમાં દશેરાના દિવસે ચૂંટણી કમિશનરનું પુતળાદહન કરી કચ્છ જિલ્લા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
ભુજમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરાયું: જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા, ભુજ શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા.

કચ્છમાં દશેરાના દિવસે ચૂંટણી કમિશનરનું પુતળાદહન કરી કચ્છ જિલ્લા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ભુજમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા, ભુજ શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા. ચૂંટણી કમિશનર પર ભાજપના ઇશારે કામ કરવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો . લોકશાહી અને મતાધિકાર બચાવવા કચ્છ જિલ્લા કોંગ્રેસ મેદાનમાં આવી છે અને મતચોરીના આક્ષેપો વચ્ચે ચૂંટણી કમિશનરના રાજીનામાની કચ્છ જિલ્લા કોંગ્રેસએ માંગ ઉઠાવી હતી ચૂંટણી કમિશનરને રાવણ સાથે સરખાવી કોંગ્રેસે વિરોધ કર્યો હતો,દશેરાના પર્વે ચૂંટણી કમિશનરના પૂતળાદહનથી રાજકીય ગરમાવો આવી ગયો હતો ચૂંટણી કમિશનર રાજીનામું નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવી કોંગ્રેસ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી ગરીબોના મતોની ચોરી થતી હોવાનો કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરાયો હતો .
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
