<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રસોઇ બનાવવામાં મોડુ કેમ થયું? અંજલીબેનને પતિ અક્ષયે ફટકારી

આટકોટની પરિણીતાને મોઢા પર લાતો ફટકારાઇઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૫: જસદણના આટકોટ ખાતે રહેતી પરિણીતાએ રસોઇ બનાવવામાં વાર લગાડી હોઇ દારૂ પીને ઘરે આવેલા પતિએ તેણીને ઢીકાપાટાનો આડેધડ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું છે.

જાણવા મળ્‍યા મુજબ આટકોમાં રહેતી અંજલીબેન અક્ષય સાડમીયા (ઉ.વ.૩૦)ને ગત સાંજે પતિ અક્ષય જાનીભાઇ સાડમીયાએ ગડદા પાટાનો બેફામ માર મારતાં મોઢા, શરીરે ઇજાઓ થતાં આટકોટ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી.

અંજલીબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ત્રણ દિકરા છે. પતિ અક્ષય છુટક મજૂરી કરે છે. સાંજે પતિ ઘરે આવ્‍યો ત્‍યારે નશો કર્યો હોય તેવુ લાગતું હતું. તેણે રસોઇ કેમ હજી બની નથી? તેમ કહી ઝઘડો કરી ગાળાગાળી ચાલુ કરી હતી. અંજલીબેને ગાળો બોલવાની ના પાડતાં તેણે ઢીકાપાટુ માર્યા હતાં. તે પડી ગયા બાદ મોઢા માથામાં લાતો ફટકારી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

(12:07 PM IST)