તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
રાણાવાવ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેતા કુંવરજીભાઈ બાવળીયા
તાલુકામાં પાણીની સ્થિતી અને ઘાસચારા વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૬: રાણાવાવ તાલુકા પંચાયત કચેરીની પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લઈ ડેમોમાં પાણીની સ્થિતિ અને ઘાસચારા વિતરણ કામગીરી સહિત વિવિધ કામગીરીની સમીક્ષા કરી.
જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાણાવાવ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી તાલુકામાં આવેલા ડેમોમાં પાણીની સ્થિતિ, ઘાસચારા વિતરણની વ્યવસ્થા, રોજગારલક્ષી કામગીરી સહિત વિવિધ મહત્ત્વના વિષયો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને લોકોને સરકારી સેવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
રાણાવાવના મામલતદાર શ્રી હર્ષદ પરમાર, તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય ભદુભાઈ ગુરગુટિયા,અગ્રણી શ્રી વીરા.ડી મકવાણા સહિત સ્થાનિક આગેવાનો, સદસ્યો કુંવરજીભાઈની મુલાકાત વખતે ઉપસ્થિત રહ્યા હતા
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
