<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ભારતીયોની પ્રાર્થના અને આશીર્વાદથી સ્‍મિત ક્ષેમ કુશળ છે : ઉપેન્‍દ્રભાઈ

વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરનાર પાયલોટ સ્‍મિત મચ્‍છર ભયમુક્‍ત હોવાનું અને તબિયત એકદમ સારી હોવાનું પિતા ઉપેન્‍દ્રભાઈએ ‘અકિલા'સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતુ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨:  દ્વારા આટકોટ)  વિશ્વભરમાં હીરો બની ગયેલા અને ભારતીયો માટે ગર્વ કહી શકાય અને હાલ દુબઈ ખાતે સારવાર હેઠળ રહેલા પાયલોટ સ્‍મિત મચ્‍છરની તબિયત એકદમ સારી છે અને તેઓ ભયમુક્‍ત છે તેવું તેમના પિતા ઉપેન્‍દ્રભાઈએ ‘અકિલા'ને જણાવ્‍યું હતું.

હાલ દુબઈ ખાતે સારવાર હેઠળ રહેલા સ્‍મિતના પિતા ઉપેન્‍દ્રભાઈ, માતા,પત્‍ની અને પિતરાઈ ભાઈ દુબઈ છે એક વાતચીતમાં ઉપેન્‍દ્રભાઈએ જણાવ્‍યું હતું કે સમગ્ર દેશવાસીઓના અને વિશ્વભરમાંથી મળી રહેલા આશીર્વાદ અને પ્રાર્થનાથી સ્‍મિતની તબિયત એકદમ સારી છે હજુ પાંચ સાત દિવસ હોસ્‍પિટલમાં રહેવું પડશે.

હાલ પરિવારજનોને હોસ્‍પિટલમાં થોડી વાર મળવા દેવામાં આવે છે પરંતુ ઉપેન્‍દ્રભાઈએ સત્તાવાળાઓ પાસે માંગણી કરી છે કે મારા પુત્ર સાથે અમને પરિવારજનોને બે કલાક રહેવા દેવામાં આવે જોકે હજુ સત્તાવાળાઓએ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

(3:02 PM IST)