<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પોરબંદરની કૃપા ભરતભાઇ થાનકી ધો. ૧ર સાયન્‍સમાં ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડમાં પ્રથમ

સમસ્‍ત બ્રહ્મ સમાજનું ગૌરવ સાયન્‍સ વિષયમાં ૩૦૦ માંથી ર૯૭ માર્કસઃ ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦: કેમેસ્‍ટ્રીમાં ૧૦૦ માંથી ૯૯ ગુણ

(પ્રકાશ પંડિત દ્વારા) આદિત્‍યાણાઃ પોરબંદર બ્રહ્મ સમાજની વિદ્યાર્થીની કૃપા ભરતભાઇ થાનકી, ગુજરાત હાયર સેકન્‍ડરી બોર્ડ ધોરણઃ૧ર સાયન્‍સ એ ગ્રુપ રિઝલ્‍ટ જાહેર થતાં ૯૯.૯૯ પર્સન્‍ટાઇલ સાથે બોર્ડમાં પ્રથમ ક્રમાકે ઉતિર્ણ થઇ બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે. કુપાને કુલ ૩૦૦ માકર્સમાંથી ર૯૭ માર્કસ સાયન્‍સ વિષયોમાં મળેલ છે. ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ, કેમીસ્‍ટીમાં ૧૦૦ માંથી ૯૯ તેમજ ફીઝીકસમાં ૧૦૦ માંથી ૯૮ માર્કસ મેળવેલ છે. તેમજ ગુજસેટમાં ૧ર૦ માંથી ૧૧૮.૭પ માર્કસ મેળવી ૯૯.૯પ પીઆર મેળવેલ છે. JEE મેઇન્‍સ પરિક્ષા પણ પાસ કરી લીધેલ છે.

હવે JGE એડવાન્‍સ પરિક્ષા આપી કૃપાનું લક્ષ્ય આઇ.આઇ.ટી.માં એડમીશન મેળવી કોમ્‍પ્‍યુટર અથવા આઇ.ટી. ક્ષેત્રમાં અભ્‍યાસ કરવાનું છે. કૃપાએ ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવવાનું શ્રેય પોતાના માતા-પિતા તેમજ શિક્ષણગણને આપે છે. તેમજ પોતે સતત બે વષૃથી અથાગ મહેનત કરી તેનું  પરીણામ છે. તેમજ જુદા જુદા પેપરો સોલ્‍વ કરવા એમ.સ.કયુ.સોલ કરવા તેમજ પરીક્ષાનો ડર ન રાખવો તેમ પરિક્ષાના આગલા દિવસ સુધી રિવિઝન કરવું તે સફળતાના શિખરો પ્રાપ્ત કરવા માટે ખાસ જરૂરી છે તેમ કૃપાએ જણાવેલ છે.

કૃપા પોરબંદરની કુલ સિગ્‍મા સ્‍કૂલ (રાજશાખા સ્‍કુલ)નું પણ ગૌરવ વધારેલ છે. કૃપાના મોટાબાપુ પોરબંદર એમ.ડી. સાયન્‍સ કોલેજના પ્રિન્‍સીપાલ તરીકે ફરજ બજાવી ચુકવેલ છે, અને તેઓનું પણ સતત માર્ગદર્શન મળતું હતું તેવું કૃપાએ જણાવેલ છે.

(11:24 AM IST)