<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

કોળી સમાજ જૂના વિચારો છોડીને નવા વિચારો અપનાવે

પોરબંદરમાં સમસ્‍ત કોળી સમાજનું સ્‍નેહમિલન યોજાયું: સમાજ શ્રેષ્‍ઠીઓએ વકતવ્‍યમાં આધુનિક જમાના સાથે તાલ મેળવવા જ્ઞાતિજનોને અનુરોધ કર્યોઃ સ્‍નેહ મિલન સાથે ભગવાન બિરછા મુંડા જયંતિ ઉજવાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮: સમસ્‍ત કોળી સમાજના નવા વર્ષના યોજાયેલા સ્‍નેહ મિલનમાં આજના આધુનિક યુગમાં કોળી સમાજ જૂના વિચારો ત્‍યજીને નવા વિચારો અપનાવે તે જરૂરી હોવાનું સમાજ શ્રેષ્‍ઠીઓએ સંયુકત રીતે જણાવ્‍યું હતું. આ સ્‍નેહ મિલન સાથે ભગવાન બિરછા મુંડા જન્‍મ જયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી.

સમસ્‍ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રષ્ટ, તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ, અને છાયા પ્‍લોટ ઘેડીયા કોળી સમાજના સંયુક્‍ત ઉપક્રમે  તાલુકાસમસ્‍ત કોળી સમાજનું સ્‍નેહ મિલન યોજાયું હતું. સાથે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્‍મ જ્‍યંતીના અવસરે જીવન સંઘર્ષ, દેશની આઝાદીની લડતમા તેમના અદ્વિતીય યોગદાનને અગ્રણીઓએ કાર્યોને યાદ કર્યા  હતા

નવા પાડા છાંયા પ્‍લોટ ઘેડીયા કોળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રષ્ટના સેવા કર્મી દેવાયતભાઈ ઠેબા ભાઈ વાઢિયા તથા ઉપ પ્રમુખ શ્રી લાખા ભાઈ મોકરીયાની ઉપસ્‍થિતિમા યોજાયેલ આ તાલુકા સમસ્‍ત કોળી સમાજના સ્‍નેહ મિલન સમારોહનું મંગલ દીપ પ્રગટાવી ભીમનાથ મહાદેવ મંદિર અન્‍ન ક્ષેત્રના સેવાકર્મી  તુલસીભાઈ મકવાણા ના હસ્‍તે કરાયું હતું બાદ તેઓએ કોળી સમાજની ભવ્‍ય વિકાસ ગાથા આલેખી સહુને શુભેચ્‍છાઓ પાઠવી હતી

કાર્યક્રમના પ્રારંભમા ન્‍યૂ ઘેડીયા કોળી સમાજ વંડીના ઉપ પ્રમુખ અને જિલ્લા સમસ્‍ત કોળી સમાજ નવરંગ ગરબી મંડળના પ્રમુખ શ્રી લાખા ભાઈ મોકરીયા એ વંડી ની વર્ષ ભરની સામાજિક શૈક્ષણિક અને સેવા કીય પ્રવૃતિની વિગતો આપી સૌને આવકાર  આપ્‍યો હતો.

પોરબંદર જિલ્લા ઠાકોર કોળી સમાજના પ્રમુખ અરજનભાઈ આંત્રોલીયાએ સમાજને મજબૂત બનાવવા અને ગામડે ગામડે શિક્ષણ જાગળતિ લાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી નારણભાઈ બામણીયા, ૐ સાંઈ ટેકા પરબ ના પ્રમુખ રામસીભાઈ બામણીયા એ સમાજ ના નીચલા સ્‍તરના લોકોને પ્રગતિ શીલ સમાજની હરોળ મા લાવવા સાધન સંપન્‍ન અગ્રીઓને આગળ આવવા અપીલ કરી હતી

જિલ્લા કોળી સમાજ ના શ્રેષ્ઠિ અને નિવળત પી. આઈ શ્રી રામભાઈ વાજાએ જણાવ્‍યું હતું કે,સમજમાં પરિવર્તન લાવવા માટે કન્‍યા કેળવણી અત્‍યંત જરૂરી છે.

જિલ્લા કોળી સમાજ રત્‍ન ડો ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્‍યું હતું કે આધુનિક યુગમા કોળી સમાજે જૂના વિચારો ત્‍યજી નવા વિચારો અપનાવવા જરૂરી લેખાવી નૂતન વર્ષની નવા વિચારોને અનુસરે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

સ્‍વ. રાજીવ -લીલા વતી બામણીયા ચેરિટેબલ ફાઉન્‍ડેશનાના પ્રમુખ  નારણભાઇ પુંજાભાઈ બામણીયા વ્‍યસનના દુષણને લીધે સામાજિક, માનસિક, આર્થિક અને શારીરિક પાયમાલી છે આથી આજની યુવા પેઢી વ્‍યસનથી દૂર રહે તે જરૂરી છે.

શ્રી ઘેડીયા કોળી સમાજ યુવા મંડળ દ્વારા પ્રમુખ  અરજનભાઈ આંત્રોલીયા તથા શ્રી મંત્રી શ્રી મહેશભાઈ ભુવાના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકા સમસ્‍ત કોળી સમાજના ભાઈ બહેનોની રંગોળી સ્‍પર્ધા યોજાઈ હતી જેમાં બહોળા પ્રમાણમા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.

છાંયા પ્‍લોટ કોળી સમાજ મહિલા મંડળના પ્રમુખ શ્રી ભારતી બેનડાભીની ઉપસ્‍થિતિમા યોજાયેલ તાલુકા સમસ્‍ત કોળી સમાજની રંગોળી સ્‍પર્ધામા પ્રથમ ક્રમે વિજેતા બંસીબેન અશ્વિનભાઈ મંજીઠીયા, (છાંયા નવા પરા ) દ્વિતીય ક્રમે વિજેતા  હર્ષિદાબેન અનિલ ભાઈ બાલસ ( જ્‍યુબેલી) અને તળતીય ક્રમે વિજેતા   જાહન્‍વીબેન ભરતભાઈ માલમ (છાંયા) થયાં હતા વિજેતા થયેલ ને લીલાવતી બામણીયા ચેરિટેબલ ફાઉન્‍ડેશન દ્વારા રોકડ ઇનામો અને ભાગ લેનાર તમામ સ્‍પર્ધાકો ને પોરબંદર શ્રી ઘેડીયા કોળી સમાજ યુવા મંડળ દ્વારાતમામ ભાગલેનાર ને રંગીન સર્ટિફિકેટ અપાયા હતાં.

ભગવાન બિરસા મુંડા ની ૧૫૧ મી જન્‍મ જ્‍યંતી નિમિતે ‘‘જન જાતિ ગૌરવ દિવસ'' ની ઉજવણી અવસરે  કોળી સમાજના શ્રેષ્ઠિઓએ ભગવાન બિરસા મુંડા માત્ર આદિજાતિ સમાજના નહિં પરંતુ સમગ્ર દેશના મહાન સ્‍વાતંત્ર સેનાની અને પ્રેરણા સ્‍ત્રોત ગણાવી  સમગ્રકાર્યક્રમ નું સંચાલન શ્રી અરજનભાઈ આંત્રોલીયાએ સંભાળ્‍યું હતું આભાર દર્શન શ્રી મહેશભાઈ ભુવા એ કર્યું હતું

 આ સ્‍નેહ મિલન સમા રંભમા સમાજના શ્રેષ્ઠિશ્રી રામભાઈ મોકરીયા (સરપંચ ભડ) ભુપતભાઈ ડાભી, ભીખુભાઈ પરમાર વિરમભાઈ મોકરીયા, પ્રવિણભાઈ બામણીયા, વરજાંગભાઈ વાસણ, વિજયભાઈ બોરચીયા ( એડવોકેટ), રાજુભાઈ કરગટિયા, રાજુભાઈ બાલાશ, પ્રતાપભાઈ સરવૈયા, ભદાભાઈ ભરડા રાકેશભાઈ બાલસ, હરિભાઈ વાઢિયા, અનિલભાઈ બાલસ, ઓમ ભાઈ સગારકા, દિપકભાઈ બામણીયા શ્રીમતિ કળણાલભાઈ ડાકી અરુણાબેન બામણીયા, કરણાભાઈ જોરાં ભદુભાઈ ખેર સહિત તાલુકા સમસ્‍ત કોળી સમાજ ના પ્રમુખો સમાજ ના અગ્રણીઓ તેમજ યુવાનો અને ભાઈ બહેનો બહોળી સંખ્‍યામા હાજર રહી રહ્યાં હતાં.

(11:53 AM IST)