News of Wednesday, 2nd September 2026
ભુજ કોર્ટના પ્રાંગણમાં છરી વડે હુમલાના પગલે ચકચાર : રામનગરીના મયુરગર મહેશગર ગુસાઈ પર હુમલો : જુઓ વિડિયો
પ્રાથમિક ફરિયાદમાં રાહુલ કરશન મારવાડાનું નામ સામે આવ્યુ : પોલીસે આરોપીને ઝડપી લીધો : પૂછપરછ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : ભુજ કોર્ટના પ્રાંગણમાં છરી વડે હુમલાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. આ હુમલામાં રામનગરી, ભુજના ૨૫ વર્ષીય યુવાન મયુરગર મહેશગર ગુસાઈ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તબક્કે પોલીસ સમક્ષ હુમલાના આરોપી તરીકે રાહુલ કરશન મારવાડાનું નામ આપવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.
કોર્ટ પ્રાંગણ જેવી સુરક્ષિત જગ્યાએ છરી વડે હુમલાની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હુમલાના કારણ અંગે વધુ માહિતી મેળવાઈ રહી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
