તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
વ્રજવાણીથી ૪૫૦ કિ.મી. અંતર કાપીને કિશાન અધિકાર પદયાત્રાનું દ્વારકામાં આગમન
શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજારોહણઃ ખેડૂતો માટે પ્રાર્થના

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૪: વ્રજવાણીથી ૪૫૦ કિલોમીટર અંતર કાપીને કિશાન અધિકાર પદયાત્રા ગઇકાલે દ્વારકા પહોંચી હતી તથા દ્વારકા ખાતે કિશાનોની અધિકાર સભા જાહેરમાં યોજાઇ હતી તથા દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણ કરીને દ્વારકાધીશને ખેડૂતોના પ્રશ્નો અંગે સહાયભૂત થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વ્રજવાણીથી દ્વારકા સુધીના ૪૫૦ કિલોમીટરના અંતરમાં આ કિશાન અધિકારી યાત્રાનું ઠેરઠેર સ્વાગત થયુ હતું તથા બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગુજરાત કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઇ આંબલિયા સહિત અનેક અગ્રણીઓ પણ જોડાયા હતા
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
