તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
વઢવાણના ખેરાળીમાં યુવકે ખેતરના થાંભલામાં ફિનિસિંગ તાર બાંધી આત્મહત્યા કરી
મૃતક સેવાભાવી હતોઃ પુત્ર રાજકોટ રહે છેઃ ૪ કલાક મૃતદેહ લટકતો રહેતા રોષ પારિવારિક અને ઘર કંકાસના કારણે ફાંસો ખાધાની શંકાના આધારે પોલીસ તપાસ શરૂઃ અરેરાટી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૨: વઢવાણ તાલુકાના ખેરાળી ગામે ખેતરમાં આવેલા વીજ પોલ સાથે ફિનિશિંગ તાર બાંધી અને યુવક દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે ૩૫ વર્ષે યુવક રાજુભાઈ ચમનભાઈ મહેરીયા દ્વારા વહેલી સવારે ખેતરમાં આવેલા વીજપોલ સાથે ફિનિશિંગ તાર બાંધી અને આત્મહત્યા કરી લેતા પરિવાર ઉપર પણ શોકનું મોજુ ફરી વળવા પામ્યો છે.
સમગ્ર ઘટના મુદ્દે ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને યુવકના મળતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે મળતક યુવક રાજુભાઈ ચમનભાઈ મહેરીયા પરણીત હતો અને તેને એક સંતાન હતો તે પણ રાજકોટ રહેતા હોવાનું સામે આવ્યું છે અને પત્ની સાથે અને પરિવાર સાથે થોડા સમયથી ઘર કંકાસ અને બોલાચાલી ચાલતી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેને લઇને આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચા એ જોર પકડ્યું છે અને પોલીસ વિભાગ દ્વારા પણ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોતે ડંકી રીપેરીંગ નું કામ કરી રહ્યો હતો અને સેવાનું કામ પણ કરી રહ્યો હતો. ચાર કલાક સુધી મળતદેહ થાંભલા સાથે લટકી રહ્યો હતો ત્યારે સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરો પણ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
