<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસે ચોરીના ₹20.10 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપ્યા, 25 હજાર કિલો લોખંડના સળિયા તથા ટ્રેક્ટર તથા ચોર ખાનાવાળી ટ્રોલી કબ્જે

પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય,દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા પોલીસની કાર્યવાહી : ગુરુમુખદાસ કન્સ્ટ્રક્શનની સાઇટમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ, ટ્રેક્ટર-ટ્રોલી સહિત મુદ્દામાલ રિકવર

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩ :  ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડી ₹20,10,500 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.  

 

તા.01/05/2026 ના રોજ ખંભાળિયા એરફોર્સની જમીન ઉપર શ્રી ગુરુમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ની સાઇટમાં અપ્રવેશ કરી કંપનીની સાઇટમાં રાખેલ JSW TMT 550D લોખંડના સળિયા 08mm, 10mm, 12mm, 16mm, 20mm, 25mm અને 32mm સાઇઝના આશરે 25,000 કિલો જેની કિંમત ₹3,50,00,000/- થાય છે, તેની ચોરી થયા અંગે ગુનો નોંધાયો હતો.  

 

પો.ઇન્સ. સી.આર.રાણા તથા સર્વેલન્સ સ્ટાફે CCTV ફૂટેજ ચેક કરવા ઉપરાંત ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ASI હેમતભાઈ નંદાણીયા, પો.હેડ.કોન્સ. વીરેન્દ્રસિંહ જાડેજા, સામતભાઈ ગઢવી તથા કાનાભાઈ લુણાને મળેલ ચોક્કસ બાતમી આધારે ખંભાળિયા કુવાડિયા પાટિયા પાસે મુસ્લીધર એગ્રો તથા ખોડિયાર ડિસ્ક્સ પાન કોફીબારની દુકાન પાસે આવેલ એક ગોડાઉનમાં તપાસ કરતા આરોપીઓ ચોરી કરેલ લોખંડના સળીયાની હેરાફેરી કરતા ઝડપાઈ ગયા હતા.  

 

પકડાયેલ આરોપીઓમાં સુનીલ સીયારામ શાહ, ઉ.વ.35, રહે. મજુરી, બંસતબાર, તા. આલમનગર જી. મધેપુરા, બિહાર, નિર્મલકુમાર સુનીલ શાહ, ઉ.વ.18, રહે. મજુરી, બંસતબાર, તા.આલમનગર જી. મધેપુરા, બિહાર અને અમીત સુરેન્દ્ર શર્મા, ઉ.વ.35, રહે. મજુરી, લુહૈના સેકટર 6 ઉમેક્ષ કોલોની ફરીદાબાદ, હરિયાણાનો સમાવેશ થાય છે.  

 

પોલીસે આરોપીઓ પાસેથી આશરે 25,000 કિલો લોખંડના સળિયા જેની કિંમત ₹3,50,00,000/-, એક ટ્રેક્ટર તથા ચોર ખાનાવાળી ટ્રોલી જેની કિં.₹5,00,000/- અને 03 મોબાઈલ ફોન જેની કુલ કિં.₹10,500/- છે તે મળી કુલ ₹20,10,500/- નો મુદ્દામાલ 100% રિકવર કર્યો છે.  

 

આ કામગીરીમાં પો.ઇન્સ. સી.આર.રાણા, પો.સબ.ઇન્સ.એમ.જે.સાગઠીયા, ASI હેમતભાઈ નંદાણીયા, કનુભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. વીરેન્દ્રસિંહ જાડેજા, કાનાભાઈ લુણા, સામતભાઈ ગઢવી, પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ જાડેજા તથા અરજણભાઈ આંબલીયા જોડાયા હતા.

(3:56 PM IST)