<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ખંભાળીયા : કુરંગા બ્રિજ પાસે કાર-ટ્રાવેલ્‍સ વચ્‍ચે અકસ્‍માતમાં એકનું મોત

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧ :  કુરંગા ઓવરબ્રિજ પાસે વધુ એક અકસ્‍માત થયો છે. ઇકો અને ટુરિસ્‍ટ ટ્રાવેલ્‍સ અથડાતા એકનું મોત થયું છે.

દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે પર કુરંગા ઓવરબ્રિજ પાસે વારંવાર અકસ્‍માતના બનાવ બની રહ્યાં છે. ત્‍યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્‍માતનો બનાવ બન્‍યો છે.ટુરિસ્‍ટ ટ્રાવેલ્‍સ અને ઇકો કાર અથડાતા અકસ્‍માતમાં મોરબીના રવિન્‍દ્રભાઇ ગોહિલ નામના આધેડનું કમકમાટી ભર્ર્યુ મોત નીપજયું છે.

(1:21 PM IST)