<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

કેશોદ ભાજપના સક્રિય યુવા નેતા ચિરાગ ભોપાળાને પ્રદેશ ભાજપ યુવા સંગઠનમાં સ્‍થાન

પૂર્વ નગર સેવક પિતા સ્‍વ. હરેશભાઈ, પૂર્વ પાલીકા પ્રમુખ માતા જીવીબેન ના પગલે પુત્ર પણ રાજકીય રાહ પર આગળ લોકસભા, ધારાસભા તથા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમા પ્રમાણિક અને વફાદારી પૂર્વકની ફરજ તેમજ સંગઠન ને મજબૂત બનાવવા સહિત ની કામગીરી ને ધ્‍યાને લઈ અધ્‍યક્ષ હેમાંગ જોશી દ્વારા કરાઈ નિમણુંકઃ નિમણુંક ને આવકારતા આગેવાનો

( સંજય દેવાણી દ્વારા )કેશોદ, તાન.૨૧: કેશોદ ભાજપના સક્રિય અને ઉત્‍સાહી યુવા નેતા ચિરાગ ભોપાળા ને રાજ્‍ય ના પ્રદેશ ભાજપ યુવા સંગઠનમાં સ્‍થાન મળતા હવે તેઓ પ્રદેશ કક્ષા એ જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે.

 તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત મોવડી મંડળ ના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ યુવા મોરચા ના અધ્‍યક્ષ શ્રી હેમાંગ જોષિ દ્વારા જુનાગઢ જિલ્લા માથી કેશોદના ચિરાગભાઈ હરદાસભાઇ ભોપાળા ની સંનિષ્ઠ કામગીરી અને લોક ચાહના ને ધ્‍યાને લઈ પ્રદેશ યુવા ભાજપ મોરચા ના કારોબારી સભ્‍ય તરીકે પસંદગી કરવામાં આવેલ છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) થી પોતાની રાજકીય કેરિયર ની શરૂઆત કરનાર, કેશોદ નગરપાલિકાના ઉપ્‌રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળા ના પ્રવક્‍તા ચિરાગભાઈ ભોપાળા એ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સોંપવામાં આવેલ માણાવદર નગરપાલિકા ચૂંટણીના ઇન્‍ચાર્જ તરીકેની સફળ કામગીરી તેમજ જિલ્લા સદસ્‍યતા અભિયાન ના ઇન્‍ચાર્જ તરીકેની જવાબદારી સુપેરે નિભાવેલ છે.

આ ઉપરાંત સ્‍થાનિક કક્ષાએ સ્‍વ.હરદાસ ભાઈ મેસુરભાઇ ભોપાળા મેમોરીયલ ના માધ્‍યમથી જન સેવા કાર્યાલય શરૂ કરી લોકોને વિના મુલ્‍યે સરકારી યોજનાઓ ના લાભ તથા માર્ગદર્શન આપવાની ઉત્‍કળષ્ટ સેવાકીય કામગીરી કરી રહ્યા છે. સ્‍થાનિક પાલીકાના તત્‍કાલીન પ્રમુખ અને ઉપપ્રમુખ તેઓના માતળ શ્રી જીવીબેન ભોપાળા ના કાર્યકાળ દરમિયાન તેઓના પ્રતિનિધિ તરીકે નોંધપાત્ર કામગીરી કરેલ હતી. સતત લોક સંપર્કમાં રહી લોકસભા, ધારાસભા તથા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ મા સોપવામાં આવેલ ફરજ દરમિયાન પ્રમાણિક અને એક વફાદાર કાર્યકર તરીકે ની ભૂમિકા નિભાવેલ છે.

આ વિસ્‍તારમાં સારી એવી લોક ચાહના ધરાવતા ભોપાળા પરિવારનો કેશોદના વિકાસમા સિંહ ફાળો રહેલો છે. પૂર્વ નગર સેવક પિતા સ્‍વ. હરદાસભાઇ (હરેશભાઈ) તથા માતા જીવીબેન ના પગલે ચિરાગ ભોપાળા પણ રાજકીય રાહ પર આગળ વધી રહેલ છે.

તેઓની પ્રદેશ કક્ષાએ નિમણુંક ને રાજકીય સામાજિક સેવાકીય સંસ્‍થાના આગ્રણીઓ સહિત મિત્રો, શુભચિંતકો, તોહીઓ, એ આવકારી યુવા સંગઠન મજબૂત બનાવી, પોતાની પ્રગતિને વધુને વધુ ગતિમાન બનાવે તેવી શુભકામના વ્‍યક્‍ત કરેલ છે.

(10:42 AM IST)