<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

NEET પરીક્ષાને ધ્યાનમાં રાખી ભાવનગર ટર્મિનસથી ગાંધીગ્રામ વચ્ચે વિશેષ સ્પેશિયલ ટ્રેન દોડાવવા નિર્ણય

24 કોચ ધરાવતી આ વિશેષ ટ્રેન બન્ને દિશામાં દોડશે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહેશે.

NEET પરીક્ષાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા ભાવનગર ટર્મિનસથી ગાંધીગ્રામ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 24 કોચ ધરાવતી આ વિશેષ ટ્રેન બન્ને દિશામાં દોડશે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહેશે.

 

NEET પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા ભાવનગર ટર્મિનસથી ગાંધીગ્રામ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. 24 કોચ ધરાવતી આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી ઉપડી બોટાદ અને ધોળકા માર્ગે ગાંધીગ્રામ સુધી પહોંચશે. પરીક્ષાના દિવસોમાં વધતા મુસાફરોના ધસારા અને વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

રેલવે તંત્રના આ નિર્ણયથી ભાવનગર તેમજ આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર તરફ પરીક્ષા આપવા જતાં ઉમેદવારો માટે મુસાફરી વધુ સરળ બનશે. ટ્રેન બન્ને દિશામાં દોડાવવામાં આવનાર હોવાથી પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત ફરવા માટે પણ વિદ્યાર્થીઓને અનુકૂળતા મળશે. રેલવે દ્વારા ટૂંક સમયમાં ટ્રેનના સમયપત્રક અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સુવિધાને પ્રાથમિકતા આપતા રેલવે વિભાગની આ પહેલથી NEET પરીક્ષા આપવા જતાં ઉમેદવારો અને તેમના વાલીઓને મોટી રાહત મળશે.

(8:17 PM IST)