<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

‘વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્ર સાથે ગિરનારના જંગલને પ્‍લાસ્‍ટિક મુક્‍ત રાખવા શ્રદ્ધાળુઓને ડો.મનસુખભાઈ માંડવિયાનું આહવાન

ગરવા ગિરનારની પરિક્રમાએ આવતાં શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવતા કેન્‍દ્રીય મંત્રીઃ ધાર્મિક આસ્‍થા સાથે પ્રકળતિનું જતન કરી લીલી પરિક્રમાને ‘પર્યાવરણ તીર્થયાત્રા' બનાવવાનો અનુરોધ કરતા ડો. માંડવિયા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘સ્‍વચ્‍છ ભારત'ના સંકલ્‍પને ગિરનારની પવિત્ર ભૂમિ પર સાકાર કરવા સૌ સહયોગ આપીએ પરિક્રમા દરમિયાન સ્‍વચ્‍છતા અને પર્યાવરણની જાળવણીને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપીએઃ પવિત્ર પરિક્રમા પ્રત્‍યેક પદયાત્રીના જીવનમાં નવી આશા, નિરોગી સ્‍વાસ્‍થ્‍ય, નવી ઊર્જા અને પરમ શાંતિનો સંચાર કરે તેવી મંગલકામના

(વિનુ જોશી જગદીશ રાઠોડ દ્વારા) જુનાગઢ, ઉપલેટા,તા.૧૯: સૌરાષ્‍ટ્રની શાન અને જૂનાગઢની સાંસ્‍કળતિક ઓળખ સમાન ઐતિહાસિક અને પવિત્ર ગરવા  ગિરનારની લીલી પરિક્રમાના પાવન અવસરે કેન્‍દ્રીય મંત્રી તથા પોરબંદર લોકસભાના સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયાએ દેશ-વિદેશ અને ગુજરાતના ખૂણેખૂણેથી ઉમટી પડતાં લાખો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી છે. સાથે જ આસ્‍થાના આ મહાપર્વને સ્‍વચ્‍છ, પ્‍લાસ્‍ટિકમુક્‍ત અને પ્રકળતિમય બનાવવા તમામ યાત્રાળુઓને સંકલ્‍પબદ્ધ થવા અપીલ કરી છે.

ગિરનારના ઐતિહાસિક અને આધ્‍યાત્‍મિક મહત્ત્વનો ઉલ્લેખ કરતાં ડો. માંડવિયાએ જણાવ્‍યું કે, ગિરનારની લીલી પરિક્રમાનો ઇતિહાસ અત્‍યંત પ્રાચીન અને ભવ્‍ય છે. જ્‍યારે પૌરાણિક માન્‍યતાઓ અનુસાર મહાભારત કાળમાં પાંડવોએ પણ ગિરનારની પરિક્રમા કરી હતી. ભગવાન શ્રીકળષ્‍ણનાં પાવન પગલાં પણ ગિરનારની ભૂમિ સાથે જોડાયેલાં હોવાનું માનવામાં આવે છે.

ચોમાસાની વિદાય બાદ કારતક માસમાં ગિરનારની વનરાજી નવપલ્લવિત બની ખીલી ઊઠે છે, ત્‍યારે પ્રકળતિના આ અદ્વુત સૌંદર્ય વચ્‍ચે યોજાતી યાત્રાને લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે. ભવનાથ તળેટીથી શરૂ થઈ માળવેલા અને બોરદેવી જેવા પવિત્ર સ્‍થળોનો ૩૬ કિલોમીટરનો જંગલમાર્ગ પસાર કરી ફરી ભવનાથ પહોંચતી આ પરિક્રમા આજે દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્‍થાનું કેન્‍દ્ર બની છે.

લીલી પરિક્રમાને માત્ર ધાર્મિક યાત્રા નહીં, પરંતુ સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનું જીવંત ્‌પ્રતીક ગણાવતાં કેન્‍દ્રીય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, પરિક્રમાના દુર્ગમ જંગલમાર્ગો પર સૌરાષ્‍ટ્ર અને ગુજરાતની સેંકડો સેવાભાવી સંસ્‍થાઓ તથા મંડળો દ્વારા અન્નક્ષેત્રો, ચા-પાણીની વ્‍યવસ્‍થા અને મેડિકલ કેમ્‍પ સહિતની સેવાઓ બિરદાવવા લાયક છે. ગુજરાતની આ સેવાભાવી પરંપરા અને ‘અતિથિ દેવો ભવઃ'ની સંસ્‍કળતિનું આ ઉત્તમ ઉદાહરણ છે. અહીં અમીર-ગરીબ, ઊંચ-નીચ સહિતના તમામ ભેદભાવ ભૂલી લાખો લોકો એક જ ભાવનાથી જોડાય છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દેશમાં ‘વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને સાકાર કરવામાં આવી રહ્યો હોવાનું જણાવતાં ડાઙ્ઘ. માંડવિયાએ કહ્યું કે, અયોધ્‍યામાં ભવ્‍ય રામમંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથ કોરિડોરનો વિકાસ તેમજ સોમનાથ અને પાવાગઢ સહિતનાં પવિત્ર તીર્થધામોનો કાયાકલ્‍પ કરીને દેશની સનાતન ધરોહરને વૈશ્વિક સ્‍તરે નવી ઓળખ આપવામાં આવી છે. વિકાસની સાથે આપણી ઐતિહાસિક, સાંસ્‍કળતિક અને આધ્‍યાત્‍મિક વિરાસતનું જતન કરવું એ સમયની માગ છે.

મંત્રી  ડો. મનસુખભાઈ માંડવિયાએ ભગવાન દત્તાત્રેય, માતા અંબા અને ગરવા ગિરનાર પર બિરાજમાન તમામ સંતો-મહંતોના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરી ગિરનારી મહારાજના આશીર્વાદ સૌ પર અવિરત વરસતા રહે તેવી પ્રાર્થના કરી છે. સાથે જ આ પવિત્ર પરિક્રમા પ્રત્‍યેક પદયાત્રીના જીવનમાં નવી આશા, નિરોગી સ્‍વાસ્‍થ્‍ય, નવી ઊર્જા અને પરમ શાંતિનો સંચાર કરે તેવી મંગલકામના વ્‍યક્‍ત કરી તમામ શ્રદ્ધાળુઓને ગિરનાર લીલી પરિક્રમાની હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી છે.

(10:39 AM IST)