News of Tuesday, 20th October 2026
કથા યાત્રા જીવનના ઉતર કાળને સિધ્ધિપ્રદ બનાવી શકેઃ પૂ.ભાઇશ્રી
પોરબંદર સાંદીપનિમાં ૪પમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનનું સમાપનઃ પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ રામચરિત માનસના ઉતરકાંડનું મહત્વ સમજાવ્યું : પૂ. ભાઇશ્રીના સાનિધ્યમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનમાં દુર્ગાષ્ટમીએ શ્રી હરિ મંદિરમાં અન્નકુટ ભોગ અપર્ણ અને આરતી તથા મનોરથ દર્શન યોજાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૦: સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ નિમિત્તે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી ચાલી રહેલા ૪૫ નવ દિવસીય શ્રીરામચરિત માનસ પઠન અનુષ્ઠાન તથા પરમ પૂજ્ય બિહારીદાસ ભક્તમાલીજીના શ્રીમુખેથી ચાલી રહેલી શ્રીભક્તમાલ કથાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. પૂ.ભાઇએ રામચરિત માનસના ઉતરકાંડનું મહત્વ સમજાવતા જણાવેલ કે ઉતરકાંડની કથા યાત્રા જીવનના ઉતરકાળને સિધ્ધિપ્રદ બનાવી શકે.
શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનના નવમા અને અંતિમ દિવસના પ્રારંભ પૂર્વે પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે રામજીના રાજ્યાભિષેકથી લઈને રામ રાજ્ય કેવું હોય, આદર્શ શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હોય, રાજધર્મ કેવો હોય આદર્શ રાજા કેવા હોય, પ્રજાનું કર્તવ્ય શું હોય? જો સુખી થવું હોય તો તમારી ઈચ્છા વગર તમને કોઈ સુખી કરી શકે નહી એ વાત પાક્કી છે. તો એના માટે પ્રજા તરીકે આપણામાં પણ કયા કયા ગુણોની આવશ્યકતા છે વગેરે વાતોની ચર્ચા તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કરી છે.
પૂ. ભાઇશ્રીએ સમજાવેલ કે વિશેષ રૂપે જ્ઞાન અને અધ્યાત્મની ચર્ચા ઉત્તરકાંડમાં છે. જ્ઞાન દીપક અને ભક્તિમણિની ચર્ચા પણ ઉત્તરકાંડમાં છે. કામ, ક્રોધ અને લોભ આ ત્રણ દોષ જેમ શરીરમાં જે રીતે ત્રણ દોષ છે વાત પિત્ત અને કફ એ રીતે એ માનસિક દોષ છે. કાગભૂસુંડીજી ચરિત્ર દ્વારા પણ નિર્ગુણ સગુણ ઉપાસકોના માટે માર્ગદર્શન છે. તો શ્રીરામચરિત માનસના ઉત્તરકાંડની આ યાત્રા નિヘરૂિપથી જીવનના ઉત્તરકાળને સિદ્ધિપ્રદ બનાવી શકે છે. કળતકળત્યતાનો આપણે જીવનમાં અનુભવ કરીએ અને એક સંતોષ એક સંતળપ્તિની સાથે આપણે રામચરણોમાં જીવનના વિરામને પ્રાપ્ત કરીએ એ પ્રમાણેની યાત્રાનું વર્ણન ગોસ્વામી તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસમાં કર્યુ છે. ત્યાર બાદ જ્યારે શ્રીરામચરિત માનસ પાઠનો વિરામ આપવામાં આવ્યો ત્યારે પૂજ્ય ભાઈશ્રીએ શ્રીરામચરિત પાઠ અનુષ્ઠાનનું ૪૫મું વાઙ્ભય પુષ્પ પ્રભુ શ્રીરામભદ્રના ચરણોમાં પ્રેમપૂર્વક સમર્પિત કરતા જણાવ્યું કે પરામ્બા મા ભગવતી કરુણામયીની કળપાથી તેની છત્રછાયામાં બેસીને સાતત્યતાથી આપણે આટલા વર્ષોથી શારદીય નવરાત્રિ અનુષ્ઠાનનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ ૪૫મા અનુષ્ઠાનનો પડાવ મહત્ત્વપૂર્ણ છે કારણ કે પૂર્ણાંક છે. ૪+૫ ૯ એ પૂર્ણાંક છે.
પૂજ્ય ભાઈશ્રીએ શારદીય નવરાત્રિના મનોરથી વિશે જણાવ્યું કે મા ભગવતીની કળપાથી આ વર્ષના અનુષ્ઠાનના મનોરથી તરીકે ગં.સ્વ.કાંતાબેન સૂચક તથા શ્રી સંજયભાઈ સૂચક અને પરિવારને આ સેવાનો લાભ પ્રાપ્ત થયો છે. તેમ જણાવીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમજ શ્રીરામ ચરિત માનસની આરતી બાદ સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મનોરથી ગં.સ્વ.કાંતાબેન સૂચક તથા શ્રી સંજયભાઈ સૂચક દ્વારા પૂજ્ય ભાઈશ્રીનું ભાવપૂજન કરવામાં આવ્યું ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા સંપૂર્ણ મનોરથી પરિવારનુ અભિનંદન પત્ર આપીને સૌનું અભિવાદન કરવામાં આવ્યુ.
શારદીય નવરાત્રિના આઠમાં નોરતે મહાગૌરીના આરાધના દિવસ હવનાષ્ટમીના પાવન અવસરે સાંદીપનિ યજ્ઞશાળામાં રીચ્યુલ ટીમ દ્વારા સંપૂર્ણ વેદોક્ત શાષાોક્ત વિધિવિધાન સાથે પંચકુંડીય દુર્ગા સપ્તશતીપાઠપૂર્વક હોમાત્મક યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. જેમાં ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ દુર્ગાસપ્તશતીના શ્લોકો સાથે તેમજ વિવિધ દ્રવ્યો વડે માતાજીને આહુતિ આપવામાં આવી. પૂજ્ય ભાઈશ્રી શ્રીરામચરિત માનસપાઠના વિરામ અને આરતી પછી યજ્ઞની પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહ્યા અને પુર્ણાહુતિ હોમ તથા આરતી કરી હતી. પૂજ્ય ભાઈશ્રી એ દુર્ગાષ્ટમીના પંચકુંડીય યજ્ઞમાં જોડાયેલા સૌ યજમાનોનું સ્મરણ કરીને તેમજ યજ્ઞની વિધિમાં જોડાયેલા વિદ્વાન બ્રાહ્મ ણોને આશીર્વાદ આપ્યા હતા.
પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલી રહેલા ૪૫ મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત દુર્ગાષ્ટમીના દિવસે શ્રીહરિ મંદિરમાં કરુણામયીમાને અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો. તેમજ સાંજે ૦૭ વાગ્યે અન્નકુટ આરતી સંપન્ન થઇ. આ મનોરથ દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો. સાંદીપનિ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અંતર્ગત પ્રતિદિન અપરાホ સત્રમાં આયોજિત શ્રીભક્તમાલ કથાને નવમા નોરતે વિરામ આપવામાં આવ્યો.
વળંદાનવનના શ્રીશરણાગત આશ્રમથી પધારેલા પરમ પૂજ્ય શ્રી બિહારીદાસ ભક્તમાલીજીના શ્રીમુખેથી નાભાદાસજીકળત અને પ્રિયદાસજીએ જેના પર ટીકા લખી છે એવી શ્રી ભક્તમાલ કથાનું નવ દિવસ સુધી અનુષ્ઠાનમાં આવેલા સૌ ભક્તોને રસપાન કરાવ્યું હતુ. પૂજ્ય મહારાજજી એ શ્રીભક્તમાલ કથા દ્વારા દિવ્ય સંતોના ચરિત્રોની કથા કહી હતી. નવમા દિવસના કથાના વિરામ સમયે પૂજ્ય ભાઈશ્રીએ પરમ પૂજ્ય બિહારીદાસ ભક્તમાલી મહારાજજીને અભિવાદન અર્ઘ્ય આપીને ભાવપૂજન કર્યું હતુ. આ સાથે મનોરથી પરિવાર દ્વારા પણ પૂજ્ય મહારાજજીનું સન્માન કરવામાં આવ્યું હતું.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
