તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સુત્રાપાડાના સોળાજના કરસનભાઇ વાળાનું ઉલ્ટીઓ થયા બાદ મોત
સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૧: સુત્રાપાડા ગીરના સોળાજ ગામે રહેતાં કરસનભાઇ નારણભાઇ વાળા (ઉ.વ.૪૭)ને ઉલ્ટીઓ થયા બાદ તબીયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ સોળાજ ગામે રહેતાં કરસનભાઇ વાળાને ગત ૨૦/૬ના રોજ ઘરે એકાએક ઉલ્ટીઓ ચાલુ થઇ જતાં કોડીનારની હોસ્પિટલમાં અને ત્યાંથી વેરાવળ, જામનગર સારવાર અપાવી બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુત્રાપાડા પોલીસને કરી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
