<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

કર્મશીલ ગ્રુપ અને કેશોદ ડિવિઝન પોલીસ દ્વારા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા એસપી બી.સી. ઠક્કરનો વિદાય- સન્‍માન સમારોહ

ચંદીગઢ પાટીયા પાસે આહિર યુવા મંચ વાડી ખાતે આજ રાત્રે નિવૃત્તિ લઈ રહેલ પોલીસ વડાનુ અન્‍ય ૧૬ જેટલી સ્‍થાનિક સંસ્‍થાઓ પણ કરશે સન્‍માન

( સંજય દેવાણી દ્વારા) કેશોદઃ તા.૩૦,  લગભગ છેલ્લા ત્રણ વર્ષ કરતા પણ વધુ સમયથી ફરજ બજાવતા સંનિષ્ઠ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એસ.પી.   બીપીનચંદ્ર સી. ઠક્કર વય મર્યાદા ના કારણે નિવૃત થઈ રહ્યા છે.   બી. સી. ઠક્કર અત્રે આશરે ત્રણ વર્ષ પૂર્વે કેશોદ વિભાગીયનાયબ પોલીસ અધિક્ષક (ડી.વાય.એસ.પી.) તરીકે  નિમણૂક પામેલ હતા. નિવૃત્તિના ગણતરીના મહિલાઓ પૂર્વેજ તેઓને પોલીસ અધિક્ષક (સુપ્રિટેન્‍ડન્‍ટ ઓફ પોલીસ)  તરીકેનું પ્રમોશન મળેલ હતું.

આ તકે સ્‍થાનિક કર્મશી ગ્રુપ અને કેશોદ ડિવિઝન પોલીસ દ્વારા આજ તારીખ ૩૦ ને શનિવાર ના રોજ રાત્રિના ૯:૦૦ કલાકે  અત્રેના માંગરોળ રોડ પર  ચંદીગઢ પાટીયા પાસે આવેલ આહિર યુવા મંચ વાડી ખાતે સન્‍માન અને વિદાય સમારોહ નુ આયોજન કરવામાં આવેલ છે.

અન્‍ય ૧૬ જેટલી સ્‍થાનિક જુદી જુદી સેવાકીય અને સામાજિક સંસ્‍થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ વિદાય લઈ રહેલ  પોલીસ વડા શ્રી ઠક્કરનું સન્‍માન કરી તેઓ ની સરાહનીય સેવા ને બિરદાવશે.

અન્‍ય સન્‍માન કરનાર સ્‍થાનિક સંસ્‍થાઓમાં વ્‍યાપારી મંડળ, લોહાણા મહાજન, આહિર યુવા મંચ, ભારત વિકાસ પરિષદ, રોટરી ક્‍લબ, ગોપી ગૌસેવા ટ્રસ્‍ટ, આઝાદ કલમ, જલારામ મંદિર, વેરાવળ પીપલ્‍સ બેંક, સમર્પણ હોસ્‍પિટલ, કારડીયા રાજપૂત સમાજ, ધરમણભાઈ ચાવડા, પૂજારા લાઈવ મીડીયા, અશ્વિનભાઈ        ખટારીયા (સદસ્‍ય, જુનાગઢજિલ્લા પંચાયત), રમેશભાઈ બારીયા ( પ્રમુખ જિલ્લા સ્‍ટોન ક્ર્‌શર એસોસિએશન), પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહીર સમાજ, લોહાણા કાંતિ સેના નો સમાવેશ થાય છે.

પોલીસ અધિક્ષક શ્રી ઠક્કર  ત્રણ વર્ષ પૂર્વે કેશોદ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક પામેલ હતા.  કચ્‍છ પ્રાંત ના ભચાઉ શહેરના મૂળ વતની બેચરલ ઓફ કોમર્સ અને એલએલબી સુધીનો અભ્‍યાસ કરનાર શ્રી બી.સી. ઠક્કર૧૯૯૩ માં સબ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે નિઃ શાષા પોલીસ વિભાગમાં જોડાયા બાદ તેઓએ પોતાની કાર્ય કુશળતાથી પોલીસ અધિક્ષક સુધીની બઢતી મેળવેલ છે. વર્ષ ૨૦૨૪ ના સ્‍વતંત્ર દિન નિમિત્તે તેઓની સરાહનીય સેવાઓ બદલ  તેઓશ્રીને રાષ્ટ્રપતિ એવોર્ડ સન્‍માનિત કરવામાં આવેલ હતા. પોલીસ વિભાગમાં ૩૩ વર્ષની સેવાઓ દરમિયાન તેઓએ પોતાના અનુભવો અને કોઠાસૂઝ થી અનેક ગુન્‍હાઓ ના ભેદ ઉકેલ છે

(12:17 PM IST)