News of Wednesday, 30th September 2026
એસઆઇઆર અંગે ચુંટણી પંચની સ્પષ્ટતા બાદ કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા : ડો. ચેતનાબેન
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવેલ કે એસઆઇઆર સંબંધીત નિર્ણયો સર્વ સંમતીથી લેવામાં આવ્યા છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૦ : ચૂંટણી પંચના સંયુક્ત નિવેદન તેમજ એસઆઇઆર સંદર્ભે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ભારતીય જનતા પાર્ટી, દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરા, મહાનગરપાલિકા મેયર સાગરભાઈ મોદી ઉપસ્થિત રહ્યા. પત્રકાર પરિષદ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી એસઆઇઆરને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ સામે વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોની સંયુક્ત પ્રેસ રિલીઝથી સ્પષ્ટ થયું છે કે એસઆઇઆર સંબંધિત નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે અને ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મતભેદ નથી.
ડો.ચેતનાબેને જણાવેલ કે, ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એસઆઇઆર દરમિયાન મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફોર્મ-૬ સાથેની ડીકલેરેશનની વ્યવસ્થાને પણ સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે. આથી ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ હોવાના કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે. કોંગ્રેસ દ્વારા ફેક ઊભું કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
