તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને કાલાવડ ગ્રામ્ય પોલીસે દબોચ્યો
કાલાવડ તાલુકાના ખરેડી ગામે બસ સ્ટેન્ડ પાસેથી આરોપી કમલેશ ભૂરિયાને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની તથા જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાંદાનાઓએ ગંભીર ગુન્હાઓના નાસતા-ફરતા તહોમતદારઓને શોધી કાઢવા અંગે ડ્રાઇવ રાખી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી.આંબલીયા નાઓએ તે અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી કરાવી નાસતા-ફરતા તહોમતદારોને શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી સુચના કરેલ હોય
દરમ્યાન કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૨૦૨૦૫૬૨૪૦૦૮૬/૨૦૨૪ આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૬૬,૩૭૬(૨),(એન), ૧૧૪ તથા જાતિય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ની કલમ-૪.૬ મુજબના ગુન્હાના કામેનો નાસતો-ફરતો તહોમતદાર કમલેશ કૈલાશભાઇ ભુરીયા (ઉ.વ.૨૦ )ધંધો મજુરી (રહે. તડવી ફળીયુ નાની હૈકલગામ તા.જાબુઆ જી.જાબુઆ રાજ્ય મધ્યપ્રદેશ વાળો) છેલ્લા છવીસ મહીનાથી નાસતો-ફરતો હોય જેથી કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફનાઓએ ટેકનીકલ અને હ્યુમનસોર્સના આધારે હકિકત મળેલ કે મજકુર તહોમતદાર હાલ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે બસ સ્ટેન્ડ પાસે હોય જેથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી કમલેશ કૈલાશભાઇ ભુરીયા ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે. તડવી ફળીયુ નાની ઢેકલગામ તા.જાબુઆ જી.જાબુઆ રાજ્ય મધ્યપ્રદેશ
પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ :(૧) ધાનપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૮૨૧૦૧૪૨૩૦૧૮૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૬૬,૩૭૬(૨), (એન).૧૧૪ વિ.
આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ P.I. એન.વી. આંબલીયા તથા ASI ગીરીરાજસિંહ આઇ. જેઠવા HC મહેશભાઇ એમ. ચાવડા તથા P.C ફુલદીપસિંહ જાડેજા P.C અલ્તાફભાઇ સમા તથા P.C નિરજકુમાર મુંધવા તથા P.C પ્રદિપભાઇ ભંડેરી તથા P.C વનરાજભાઇ ગઢાદરા દ્વારા કરવામાં આવેલ છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
