તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 27th May 2026
લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કાજલબેન તારપરા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાઠોડ અધ્યક્ષ નિશાબેન ધરસુડીયા દંડક રમાબેન મકવાણા તેમજ પક્ષના નેતા તરીકે ભારતીબેન માટીયા ની વરણી
લોધીકા તાલુકા ના વિકાસ ની ધુરા ભાજપે સોપી યુવા નારી શક્તિના હાથમાં:તાલુકા પંચાયત પ્રમુખથી લઇને પક્ષના નેતા સુધી મહિલા

(ભીખુપરી ગોસાઇ-સલીમ વલોરા દ્વારા) ખીરસરા- લોધીકાઃ તા.ર૭, તા.૨૩/૫ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ પદ ની બેઠક રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી ની અધ્યક્ષતામા બોલાવામા આવેલ જેમા તાલુકા ભાજપ પ્રભારી સતિષભાઇ ભિમજીયાણી દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કાજલબેન સુધીરભાઈ તારપરા ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ મુળુભાઇ રાઠોડ ની બિનહરીફ વરણી કરવામાં આવેલ સાથે તાલુકા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે નિશાબેન ધરસુડીયા દંડક રમાબેન મકવાણા તેમજ પક્ષના નેતા તરીકે ભારતીબેન માટીયા ના નામની જાહેરાત કરવામાં આવેલ જેને રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ મનહરભાઇ બાબરીયા સહિતના એ અભિનંદન પાઠવ્યા ઉપસ્થિત તાલુકા પંચાયત સદસ્યો સંગઠન ના પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો દ્વારા આ નિમણૂક ને વધાવવામાં આવેલ તેમજ ઉપપ્રમુખ મા પુરુષ સિવાયના તમામ પદાધિકારીના હોદા ઉપર નારી શક્તિની વર્ણી કરવામાં આવતા ઉપસ્થિત કાર્યકરો આગેવાનો એ પ્રદેશ ભાજપ જીલ્લા ભાજપ ધારાસભ્ય તેમજ તાલુકા ભાજપ ની પ્રસંસા કરેલ. લોધીકા તાલુકામા આવખતે તાલુકા ભાજપ સંગઠનથી લઈને જીલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયતના પદાધિકારી નારીશક્તિ યુવા વયના હોયતાલુકા ના વિકાસ વધુ વેગ મળશે
સ્વરાજ્યની ચૂંટણી બાદ લોધીકા તાલુકા પંચાયત ની ૧૬ સિટો માની ૧૧ સિટો ઉપર ભાજપ નો ભગવો લહેરાવી તાલુકા પંચાયત મા ફરી બહુમતી મેળવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પદ ઉપર નગરપીપળીયા સિટ ના કાજલબેન તારપરા ભાજપના ના સક્રિય સભ્ય તાલુકા યુવા નારીશક્તિ તરીકે બિનહરીફ વરણી
તેમજ હરીપર પાળ સિટના સભ્ય શૈલેષભાઈ મુળુભાઈ રાઠોડ ની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે તેમજ કારોબારી સમિતી અધ્યક્ષ તરીકે નિશાબેન ધરસુડીયા દંડક રમાબેન મકવાણા પક્ષના નેતા તરીકે ભારતીબેન માટીયા ની વરણી કરવામાં આવેલ છે જેને મંડલ ના તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુર સિંહ જાડેજા સુરેશભાઈ વસોયા જીલ્લા ભાજપ કાર્યાલય ના રાજેશભાઇ ધારીયા લોધીકા તાલુકા ભાજપ પ્રભારી સતિષભાઇ ભિમજીયાણી રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય દિલીપભાઈ સરવૈયા અલ્પાબેન તોગડિયા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ મોરડ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી આરડીસી બેંક ડિરેક્ટર વિરભદ્ર સિંહ જાડેજા રાજકોટ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મોહિતભાઇ દાફડા તાલુકા ભાજપ ના મચ્છાભાઇ લાંબરીયા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા મહામંત્રી પ્રકાશભાઇ પરમાર તાલુકા પંચાયતના તમામ સભ્યો પૂર્વ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા પૂર્વ મંત્રી વિશાલભાઇ ફાગલીયમોહનભાઈ ખુટ હરેશભાઇ ખુટ પ્રવિણ સિંહ ડાભી હનુભા ડાભી મુકેશભાઇ મકવાણા લોધીકાના પૂર્વ સરપંચ રણજીતસિંહ જાડેજા લોધીકા મામલતદાર પી.એ છાટબાર એટીડીઓ ગણાત્રા તાલુકા ના સરપંચો આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા લોધીકા તાલુકા ના વિકાસ ની ધુરા યુવા નારી શક્તિને સોંપવામાં આવેલ હોવાથી પુરા ખંત અને જુસ્સાથી તાલુકા નો વિકાસ પદાધિકારીઓ કરશે તેવી જનતાની લાગણી અને માંગણી છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
