તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
શ્રાવણ વદ ચૌદશના પવિત્ર દિવસે સોમનાથ મહાદેવને ‘કૈલાશ દર્શન' શળંગાર

વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસની વદ ચૌદશના પાવન પર્વે પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવને વિશેષ ‘કૈલાશ દર્શન'શળંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા.કૈલાશ પર્વત એ દેવાધિદેવ મહાદેવનું પરમ નિવાસસ્થાન છે. આ અલૌકિક શળંગારમાં કૈલાશ પર્વતની વચ્ચે બિરાજમાન થઈને સોમનાથ મહાદેવ ભક્તોને દર્શન આપી રહ્યા હોય તેવી મનોહર પ્રતિકળતિ તૈયાર કરવામાં આવી હતી.સોમનાથ મહાદેવના આ દિવ્ય શળંગારનાં દર્શન કરી શ્રદ્ધાળુઓએ જાણે સ્વયં કૈલાશ ધામમાં દર્શન કર્યા હોય તેવી ધન્યતા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. આ અલૌકિક દર્શનથી સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું હતું.તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે. (તસ્વીર-અહેવાલઃ દિપક કકકડ- વેરાવળ)
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
