તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
જુનાગઢના ગિરનાર પર વિશ્વ પ્રવાસન દિવસ અને રજાના દિવસે પ્રવાસીઓનો ભારે ઘસારો: સુવિધાના અભાવે હાલાકી
પ્રવાસીઓની મોટી સંખ્યા વચ્ચે પાયાની સુવિધાઓના અભાવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

જુનાગઢના ગિરનાર પર વિશ્વ પ્રવાસન દિવસ અને રજાના દિવસે પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. રોપવેમાં પ્રવાસીઓની લાંબી લાઈનો લાગતા લોકોને રાહ જોવી પડી હતી. બીજી તરફ ગિરનાર પર શૌચાલયની પૂરતી સુવિધા ન હોવાથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શૌચાલયની જગ્યાએ કચરાના ગંજ જોવા મળતા સ્વચ્છતા સામે પણ સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને મહિલા પ્રવાસીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસીઓએ વહેલી તકે શૌચાલયની સુવિધા શરૂ કરવાની માંગ કરી છે. ગિરનાર પર પાણીની સુવિધા ન હોવાની વાતને કલેક્ટરે પણ સ્વીકારી છે. પ્રવાસીઓની મોટી સંખ્યા વચ્ચે પાયાની સુવિધાઓના અભાવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
