News of Saturday, 17th October 2026
કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણનાપાત્ર ઈંગ્લીશ દારૂનો કેસ શોધી કાઢતી જૂનાગઢ રેન્જ પોલીસ ટીમ, સ્કોડા કાર સહિત રૂ. 4.42 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ રેન્જ DIG રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી, એક આરોપી ઝડપાયો, બે ફરાર

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : દેશી/વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અંગે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ ઈન્સ્પેક્ટર વાય.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.જી. ચુડાસમા તથા પોલીસ સ્ટાફ કેશોદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઈ દાનાભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કેશોદ ચુનાભઠ્ઠી રામદેવપીર મંદિર રોડ ચત્રભુજની દુકાન પાસે રહેતો રાહુલ રાજશીભાઈ ઓડેદરા નામનો માણસ પોતાની પાસેની સફેદ કલરની સ્કોડા કંપનીની લોરા ફોરવ્હીલ કાર રજી. નંબર GJ-23-P-0606 વાળા વાહનમાં આજાબ/કેરેણગી ગામ તરફથી કેશોદ તરફ પોતાની કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળનાર હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે વોચ રાખી હતી.
બાતમી મુજબની સફેદ સ્કોડા કંપનીની કાર રજી. નંબર GJ-23-P-0606 જોવામાં આવતા તેને રોકી સર્ચ કરતા કંપની લોરા ફોરવ્હીલ કારના પાછળના તેમજ ડેકીમાં વચ્ચેની સીટ ઉપર અને આગળની સીટ પાછળની કોથળીઓમાંથી જુદી જુદી છુપાવેલી હાલતમાં અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હતો.
જેથી ઈંગ્લીશ દારૂના જથ્થાનો કબજો ફોરવ્હીલ કારમાં રાખી હેરાફેરી કરનાર તથા ઈંગ્લીશ દારૂનો જથ્થો આપનાર અને મંગાવનાર કુલ 03 આરોપીઓ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11203030260840/2026 પ્રોહી કલમ 65(ઈ), 116(બી), 81, 98(2) મુજબ ગુનો રજી. કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી રાહુલ રાજશીભાઈ ઓડેદરા ઉ.વ. 33 રહેવાસી ચુનાભઠ્ઠી રામદેવપીર મંદિર રોડ ચત્રભુજની દુકાન પાસે કેશોદ.હાજર નહીં મળી આવનાર આરોપીઓ:*
(1) રવીરાજ બાધુભાઈ વેગડ રહે. બીલખા
(2) દેવાયતભાઈ સુમાતભાઈ વાળા રહેવાસી ગાંધીનગર સોસાયટી કેશોદ.કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
ક્રમ મુદ્દામાલનું નામ સંખ્યા કિંમત
1. ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY 180 ML 1008 રૂ. 1,69,520/-
2. CHARLIE RESERVE WHISKY 180 ML 336 રૂ. 60,480/-
3. સ્કોડા કંપની લોરા કાર GJ-23-P-0606 01 રૂ. 2,00,000/-
4. મોબાઈલ ફોન 02 રૂ. 20,000/-કુલ મુદ્દામાલ રૂ. 4,42,000/.
DIG નો સ્પષ્ટ સંદેશ જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રોહીબીશન અંગેની ગે.કા. પ્રવૃત્તિઓ કે અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
આ સમગ્ર કામગીરીમાં જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.રાણા, પો.સ.ઈ. આર.જી.ચુડાસમા તથા એ.એસ.આઈ. ગીરીરાજસિંહ પ્રધુમનસિંહ, ગજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ, રામદેવસિંહ ઈન્દુભા, પ્રધુમનસિંહ રતુભા, પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઈ દાનાભાઈ, વિપુલસિંહ કિરણસિંહ, કનકસિંહ નાનુભાઈ, હરદેવસિંહ અમરસિંહ, પો.કોન્સ. પ્રવિણસિંહ પીઠાભાઈ, ભુપતસિંહ ડોલરસિંહ, ડાયાભાઈ કાનાભાઈ, અમિતભાઈ કરશનભાઈ, અરવિંદભાઈ રસીકભાઈ વિગેરેએ સારી કામગીરી કરી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
